- તખતપુર ગામે સમાજનું 26 મું સ્નેહ સંમેલન યોજાયું
- સંમેલનના મુખ્ય મહેમાન તરીકે ધારાસભ્ય જશુભાઇ પટેલ ઉપસ્થિત રહ્યા
અરવલ્લી : અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકામાં આવેલા લેઉવા પટેલ સમાજ દ્વારા માલપુર પાસેના તખતપુર ખાતે લેઉવા પટેલ સમાજનું 26 મું સ્નેહ સંમેલન યોજાયું હતું. જેમાં સમાજના ધોરણ 10 થી લઈને ઉપરના વર્ગોમાં પરીક્ષા ઉતીર્ણ કરનાર, વિદ્યાર્થીઓ, પદવીઓ મેળવનાર સમાજના બંધુઓને ઈનામ વિતરણ કરી વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરનારાઓનું શાલ ઓઢાડી અને મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર માલપુર પાસેના તખતપુર ગામે 26 મું સ્નેહ સંમેલન સાથે માલપુર લેઉઆ પટેલ સમાજ દ્વારા ઈનામ વિતરણ - સન્માન સમારોહ યોજાયો હતો. સંમેલન માં મુખ્ય મહેમાન તરીકે ધારાસભ્ય જશુભાઇ પટેલ, અતિથી વિશેષ માં જીલ્લા પ્રાથમિક શિક્ષક અધિકારી સ્મિતાબેન પટેલ સાથે અન્ય મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. તેઓ નું સમાજના આગેવાનો દ્વારા સાલ ઓઢાડી મોમેન્ટ આપી સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં સમાજના ધોરણ 10 થી લઈને ઉપરના વર્ગોમાં પરીક્ષા ઉતીર્ણ કરનાર, વિદ્યાર્થીઓ, પદવીઓ મેળવનાર સમાજના બંધુઓને ઈનામ વિતરણ કરી વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરનારાઓનું શાલ ઓઢાડી અને મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું. કોરોના કાળ દરમિયાન મૃત્યુ પામેલા લોકોને યાદ કરી તેમના માટે 2 મિનિટનું મૌન પાડવામાં આવ્યું હતું. આ સ્નેહ સંમેલન સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓ, વિડિલો હાજર રહ્યા હતા.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
03-Dec-2024