સમગ્ર ગુજરાત તેમજ ભારતનું ગૌરવ ભજનિક હેમંત ચૌહાણના 67માં જન્મદિન અવસરે રકતદાન કેમ્પનું આયોજન થયું હતું. રાજકોટના અગ્રણી કલાકારો, ફિલ્મ અભિનેતાઓ અને સમાજના અગ્રણીઓ હાજર રહ્યા.
10 વાગ્યાથી 2 વાગ્યા સુધીમાં અનેક રક્તદાતાએ પોતાનું રક્ત નું અમૂલ્ય દાન કરી સમાજમાં માનવતાનું ઉદાહરણ આપ્યું હતું. હેમંતભાઈના પરિવારજનોએ પણ રક્તદાન કરી આગવું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. કોરોના કાળ પછી રક્તની અવિરત જરૂર હોવાથી હેમંત ભાઈએ સર્વેને રક્તદાન માટે અપીલ કરી હતી..
સિવિલ હોસ્પિટલ અને રેડક્રોસ સંસ્થા તેમજ વિનય જસાણીએ સમગ્ર રક્તદાનની જવાબદારી ઉપાડી હતી.રાજકોટની સેવાભાવી સંસ્થા બોલબાલા ચેરીટેબલના જયેશભાઇ ઉપાધ્યાયએ પણ દરેક રક્તદાતાને પ્રોત્સાહિત કર્યા હતા, વિશેષ સહયોગ Hdfc બેંક તરફથી મળ્યો હતો.
Author : Gujaratenews
05-Mar-2025