સુરતના પલસાણાના બલેશ્વર ગામ પાસે અવધ શાંગ્રીલામાં સૌરાષ્ટ્રવાસીઓની થાઇ ગર્લ્સ સાથે હાઈફાઈ મહેફિલઃ સુરત અને ભાવનગરના ૧૯ નબીરા ઝડપાયા
07-Oct-2021
સરથાણાના કૌશિક માયાણીના બર્થ ડે નિમિત્તે દારુની મહેફિલમાં . સ્પામાં કામ કરતી બેંગકોકની બે યુવતી સહિત ૬ યુવતીઓ લવાઇ હતી
બારડોલી : સુરત જિલ્લાના પલસાણા તાલુકાના બલેશ્વર ગામે હાઇવે પર આવેલા અવધ શાંગ્રીલા બંગલોઝમાં મંગળવારની મોડી રાત્રીએ સુરત શહેરના કેટલાક નબીરા વિદેશી યુવતીઓ સાથે દારૂની મહેફિલ માગતા હતા ત્યારે પલસાણા પોલીસે રેડ કરી હતી. જેમાં વિદેશી દારૂ સાથે થાઇલેન્ડની બે યુવતી સહિત યુવતી અને ૧૯ નબીરાને ઝડપી પાડી મોબાઇલ ,દારૂ અને ગાડી મળી કુલ રૂ.૨૭.૩૦ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.મોબાઇલ, બે ફોરવ્હીલ ગાડી અને રૂ.૩૦,૫૫૦નો વિદેશી દારૂ મળી કુલ રૂ.૨૭.૩૦ લાખનો મુદ્દમાલ કબ્જે કર્યો હતો. પોલીસે તમામની પૂછપરછ કરતા સુરત સરથાણા જકાતનાકા વજભૂમિ એપાર્ટમેન્ટમાં રહેતા કૌશિકભાઈ ગોવિંદભાઇ માયાણીનો થોડા દિવસ અગાઉ જન્મદિવસ ગયો હતો. આ જન્મ દિવસની ઉજવણી માટે પોતાના મૂળ વતનના અને સુરતના અન્ય મિત્રોને આમંત્રણ આપી મહેફિલનું આયોજન કર્યું હતુ. પોલિસે બંગલામાં માલિક હરેશભાઈ મરોડિયાને વોન્ટેડ જાહેર કર્યો છે.
સુરત સહિત ભાવનગરના આ નબીરાઓ પકડાયા :
મહેશ વલ્લભભાઈ વોરા (રહે. આઈકોન સોસાયટી, યોગી ચોક વરાછા, સુરત), અલ્પેશ શિવાનંદ વાળંદ (રહે.રાધે ફ્લેટ, સાગર સોસાયટી, કાપોદ્રા, સુરત), વજુ બચુભાઈ ચૌહાણ (રહે. ઓમ ટાઉનશીપ, પાસોદરા, તા.કામરેજ, સુરત), સુભાષ માધુભાઈ પોકિયા (રહે. શનિવન સોસાયટી, સીમાડા નાકા, વરાછા, સુરત), વૈભવ નરેન્દ્રભાઇ મકવાણા (રહે. શ્રીનાથજી ભરત નગર, જી. ભાવનગર), અશ્વિન હિંમતભાઈ દેસાઈ (રહે. એસઆરપી બંગલોઝ, કેનાલ રોડ, કામરેજ), સંજય પોપટભાઈ બારડ (રહે, સિગલિયા ભરતનગર, જી. ભાવનગર), મહેશ રાધવભાઈ નકુમ (રહે. ક્રુપ પાર્ક, ગોડાદરા, મહારાણા પ્રતાપ ચોક, સુરત), કૌશિક ગોવિંદભાઈ માયાણી (રહે વ્રજભૂમિ એપાર્ટમેન્ટ, સરથાણા જકાતનાકા સુરત), ભાવેશ માથુરભાઈ ગાંધી (રહે. રેશ્મા રેસિડેન્સી, પર્વત પાટિયા, સુરત), સંજય અમરસિંહ સોલંકી (રહે. ભરતનગર બસ સ્ટેન્ડ, જી. ભાવનગર), ધર્મેશ રમેશભાઈ પટેલ (રહે કાલારાસ વેલી, મોટા વરાછા, સુરત), ઉમેશ જીવન ટાંક (રહે, વ્રજ નંદિની સોસાયટી, નનસાડ, તા. કામરેજ), અરવિંદ કાળું માંગરોલા (રહે. નિર્મળ નગર સોસાયટી, સરથાણા જકાતનાકા, સુરત), શૈલેષ માધાભાઈ બલદાણીયા (રહે સાગરદીપ કો ઓપરેટિવ સોસાયટી, અંકલેશ્વર), કૌશિક મહેશભાઈ કાલાણી (રહે દાનગીગેવ સોસાયટી, કારગીલ ચોક, વરાછા, સુરત), ઘનશ્યામ બાબુભાઇ વાળંદ (રહે. વાળંદ શેરી, સણોસરા, તા. શિહોર જી. ભાવનગર), મનીષ કેશુભાઈ હિરાણી (રહે, ભોળાનાથ ટેનામેન્ટ, ધોધા, સર્કલ, ભાવનગર), કેતન નાથાભાઈ સોલંકી (રહે. .ભૂમિ કોમ્પ્લેક્સ, અડાજણ, સુરત). આશા ચંદુભાઈ મકવાણા (રહે.પટેલ નગર સોસાયટી, કામરેજ) સુરેશભાઈ ચાવડા (રહે. તિરૂપતિ સોસાયટી, વરાછા, સુરત), કિંજલ પ્રવીણભાઈ ગોસ્વામી (રહે સહજાનંદ સોસાયટી, વેડ રોડ, કતારગામ સુરત), | યુનિયાકુમારી રામસુગારત રામ (રહે કોસમાડી, તા. અંકલેશ્વર, જી. ભરૂચ), અલિયા સોમા ખામપુ (હાલ રહે મગદલ્લા સુરત, મૂળ રહે બેંગકોક), ફકામાત સોમબુન કેટવટ (હાલ રહે મગદલ્લા, સુરત, મૂળ રહે બેંગકોક)
પોલીસે રાજકીય-મીડિયાની ભલામણથી કેટલાક લોકોને છોડી દીધા
બે વિદેશી યુવતી સહિત સ્પાના વ્યવસાય સાથે સંકળાયેલી મહિલા દારૂની મહેફિલમાં મળવા છતાં પોલીસે માત્ર દારૂની મહેફિલની જ તપાસ કરી રેડમાં માત્ર બે જ કાર કબજે કરતાં શંકા વ્યક્ત થઈ રહી છે. સુરત અને ભાવનગર થી આવનારા ૨૭ જણા માત્ર બે જ કારમાં આવ્યા હોય એ વાત કોઈને ગળે ઊતરે તેમ નથી. ઉપરાંત સુરત શહેર માંથી મીડિયાની વગદાર ભલામણો કરતાં કેટલાક નબીરા રાજકીય અને સ્થળ પરથી જ છોડી દીધા હોવાની પણ ચર્ચા દિવસભર ચાલી હતી. આવી અનેક શંકા વચ્ચે એલસીબી તપાસ કરી રહી છે ત્યારે સત્ય ઉજાગર કરે તે જરૂરી છે. પલસાણા પોલીસે સ્થળ ઉપરથી જવા દેનારાઓની વિરૂધ્ધ પણ કાર્યવાહી કરવા અંગે એલસીબીની પણ પરીક્ષા થશે.
05-Mar-2025