રામાયણ સિરિયલમાં રાવણની ભૂમિકા ભજવનાર સ્વ અરવિંદભાઈ ત્રિવેદી અને તારક મહેતાના ઉલ્ટા ચશ્માના સ્વ નટુભાઈને શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો
07-Oct-2021
અરવલ્લી: આજરોજ સ્વ.નટુકાકા અને અરવિંદ ત્રિવેદીના નિધન બદલ હિંમતનગર ખાતે શ્રધ્ધાંજલિ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.આ પ્રસંગે ભાવભીની શ્રદ્ધાંજલિ આપતા સ્કાઉટ ગાઈડ કમિશ્નર અને પૂર્વ મહામંત્રી ભાજપ ,અતુલ દિક્ષિતે અરવિંદ ત્રિવેદી સાથેના સંસ્મરણો ને વાગોળ્યા હતા.અને કલાકારોને સ્વર્ગીય બન્ને કલાકારોના જીવનમાંથી પ્રેરણા લેવા અનુરોધ કર્યો હતો.આ પ્રસંગે સાબરકાંઠા જિલ્લાના કલાકારો નિરંજન શર્મા, ભરત વ્યાસ, પ્રકાશ વૈદ, ગીરીશ દરજી,રાજુ લિમબચિયા,રાજન વ્યાસ,વસંત સોની, મેહુલ બારોટ અને અન્ય કલાકારો એ પણ ઉપસ્થિત રહી ભાવ પૂર્ણ શ્રધ્ધાંજલિ આપી હતી.આ શ્રધ્ધાંજલિ કાર્યક્રમનુ આયોજન નિરંજન શર્મા, માયા મુવીજ ધ્વારા કરવામાં આવ્યું હતું.
Author : Gujaratenews
05-Mar-2025