મધ્ય પ્રદેશના એક ગામથી વિચિત્ર ઘટના સામે આવી છે જેને સાંભળી તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો. મધ્ય પ્રદેશના એક ગામમાં છ સગીરાઓને નગ્ન કરીને ભીક્ષા માગવા માટે મજબુર કરાઈ હોવાની ઘટના સામે આવી છે.
તેમાં પણ વરસાદની અછત હોવાથી અંધવિશ્વાસમાં આવી ગયેલા ગ્રામજનો દ્વારા યુવતીઓને નગ્ન કરીને ગામમાં ફેરવવામાં આવી હતી. ગ્રામજનો દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, આમ કરવાથી ઇંદ્રદેવ ખુશ થશે અને વરસાદ વરસશે.
જ્યારે આ ઘટના મધ્ય પ્રદેશના બુંદેલખંડ પ્રાંતના દામોહ જિલ્લા બની હતી. મધ્ય પ્રદેશના બુંદેલખંડ પ્રાંતના દામોહ જિલ્લાના બાનિયા ગામમાં વરસાદ લાવવા માટે ગામની જ છ સગીર ઉમરની યુવતીઓને નગ્ન કરાઈ હતી અને ત્યાર બાદ તેમની પાસેથી ગામમાં લોટ, શાકભાજી, કઠોળ વગેરેની ભીખ પણ મંગાવવામાં આવી હતી.
યુવતીઓ દ્વારા દરેક ઘરે જઇને આ વસ્તુઓ એકઠી કરવામાં આવી હતી. ત્યાર બાદ આ વસ્તુઓને ગામના ભંડારામાં આપી દેવામાં આવી હતી અને તેનું ભોજન તૈયાર કરીને ગામના લોકો દ્વારા આરોગ્વામાં આવ્યું હતું.
તેમાં સ્પષ્ટ કારણ એ છે કે, વરસાદના દેવને પ્રભાવિત કરવા અને દુષ્કાળ દુર કરવા માટે આ વીધી કરાઈ હોવાની ગ્રામજનો દ્વારા કહેવામાં આવ્યું છે. આ ઘટનાની જાણ થતા જ રાષ્ટ્રીય બાળ અિધકાર રક્ષણ કમિશનને થતા સ્થાનિક જિલ્લા કલેક્ટર પાસેથી રિપોર્ટ માંગવામાં આવ્યો હતો.
ત્યારે જિલ્લા કલેક્ટર દ્વારા સમગ્ર બાબતની તપાસના આદેશ આપવામાં આવ્યા છે અને જે પણ સામે આવશે તેનો રિપોર્ટ સોપી દેવાશે તેમ સ્પષ્ટતા કરવામાં આવી છે.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
29-Sep-2024