ફિનોનિનલ હેલ્થ ઇન્સ્યોરન્સ સ્કીમમાં સુરતના રોકાણકારોના ૧૦૦ કરોડ ડુબાડનાર કું.ના ચેરમેન નંદલાલ સીંગની લાતુરથી ધરપકડ

07-Jul-2022

Surat : ફિનોનિનલ હેલ્થ કેર કંપનીના સંચાલકોએ પૈસા ડબલ કરવાની લાલચ આપનાર અને સુરતના રોકાણકારોના ૧૦૦ કરોડ ડુબાડનાર કું.ના ચેરમેન નંદલાલ સીંગની લાતુરથી ધરપકડ કરાઈ છે. સુરતના એજન્ટ અને જમીન દલાલે ફરિયાદ નોંધાવી હતી

હેલ્થ ઇન્સ્યોરન્સ સ્કીમના નામે સમગ્ર ભારતમાં ૬૭ શાખાઓ દ્વારા નવ વર્ષમાં પૈસા ડબલ કરવાનો વાયદો કરી હજારો લોકો પાસે કરોડો રૂપિયાનું રોકાણ કરાવી ઓફિસ બંધ કરી ફરાર થઈ ગયેલા મુંબઈની ફિનોમિનલ હેલ્થ કેર લિમિટેડના ચેરમેનની સુરત ક્રાઈમ બ્રાન્ચે લાતુર જેલમાંથી ટ્રાન્સફર વોરંટના આધારે કબજો મેળવી ધરપકડ કરી આઠ દિવસના રિમાન્ડ મેળવ્યા છે.

નવ વર્ષમાં પૈસા ડબલ કરવાનો વાયદો કરી હજારો લોકો પાસે કરોડો રૂપિયાનું રોકાણ કરાવી તેમને નવ વર્ષ બાદ પૈસા ડબલ કરી આપવાને બદલે ઓફિસ બંધ કરી ફરાર થઈ ગયેલા મુંબઈની ફિનોમિનલ હેલ્થ કેર સર્વિસીસ લિમિટેડના ચેરમેન અને અન્ય સંચાલકો વિરુદ્ધ સુરતમાં તેમના એજન્ટ તરીકે કામ કરનાર જમીન દલાલ સહિત છ એજન્ટે મહિધરપુરા પોલીસ મથકમાં રૂ.૬.૯૪ કરોડની છેતરપિંડીની ફરિયાદ ગત ૧૮ ડિસેમ્બર ૨૦૧૮ ના રોજ નોંધાવી હતી.સુરતમાંથી આ કંપની માં રોકાણ કરનારાઓના અંદાજીત રૂ.૧૦૦ કરોડથી વધુ ફસાયા હોવાનું જાણવા મળ્યું હતું.

મહિધરપુરા પોલીસ મથકમાં કંપનીના જે છ સંચાલકો વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાઇ હતી તે પૈકી ગુજરાત ઝોન નાં મેનેજિંગ ડિરેક્ટર પ્રભાકર રાજનારાયણ મિશ્રા ( ઉ.વ.૫૦ ) ( રહે. ૧૦૧ ,એ વીગ, લક્ષ્મી કલાસીક બિલ્ડીંગ, વિરાર (વેસ્ટ), મુંબઈ ) ની સુરત ક્રાઈમ બ્રાન્ચે ગત બપોરે મહારાષ્ટ્રના પાલઘર ખાતેથી ધરપકડ કરી હતી. ક્રાઈમ બ્રાન્ચે તેને કોર્ટમાં રજુ કરી પાંચ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.વધુ તપાસ પીઆઈ જી પી પટેલ કરી રહ્યા છે.

Author : Gujaratenews