પ્લાસ્ટિક પ્રોડક્ટ બનાવતી એસ્ટ્રલ લિમિટેડે તેના રોકાણકારોને માલામાલ બનાવી દીધા છે.આ કંપનીના શેર થોડા વર્ષોમાં ૨ રૂપિયાથી વધીને ૧૭૦૦ રૂપિયા થઈ ગયા છે. તેના શેરોએ આ સમયગાળા દરમિયાન ૭૦,૦૦૦ ટકાથી વધુ વળતર આપ્યું છે. એટલે કે એક લાખના આઠ કરોડ જેટલું વળતર આપ્યું છે.
જો કોઈ વ્યક્તિએ ૧૩ માર્ચ ૨૦૦૯ ના રોજ કંપનીના શેરમાં ૧ લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોય અને તેનું રોકાણ જાળવી રાખ્યું હોય તો હાલમાં આ રકમ વધીને રૂપિયા ૮.૮૧ કરોડ રૂપિયા બની ગઈ હશે તેમ કહી શકાય.એસ્ટ્રલ લિમિટેડના શેર ૧૩ માર્ચ ૨૦૦૯ના રોજ નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) પર રૂ. ૧.૯૮ ના સ્તરે હતા, જયારે છેલ્લા ટ્રેડિંગ દિવસે એટલે કે ૩ જૂન ૨૦૨૨ ના રોજ કંપનીના શેર NSE પર રૂ. ૧૭૪૬ ના સ્તરે બંધ થયા હતા. એટલે કે કંપનીના શેરે ૭૦,૦૦૦ ટકાથી પણ વધુ વળતર આપ્યું છે. જો કોઈ વ્યક્તિએ ૧૦ વર્ષ પહેલા એસ્ટ્રલ લિમિટેડના શેરમાં ૧ લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોય તો આ સમયે તે રોકાણ વધીને ૧ લાખ ૬૯ લાખ રૂપિયાની નજીક પહોંચી ગયું હોત. એસ્ટ્રલ લિમિટેડના શેરોએ છેલ્લા ૫ વર્ષમાં ૩૫૦ ટકાથી વધુનુ વળતર તેના શેર ધારકોને આપ્યું છે.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
03-Dec-2024