SURAT : આઝાદી કા અમૃત મહોત્સવ 75ની ફિઝિયોફિટ વેસુ દ્વારા ઉજવણી

07-May-2022

આઝાદી કા અમૃત મહોત્સવ 75 વર્ષના સંદર્ભમા આ વર્ષે પણ ફિટનેસ અવેરનેસ માટે ફિઝીયોફિટ-ફિઝીયોથેરાપી એન્ડ ન્યુટ્રીશન સેન્ટર,વેસુ દ્વારા ફ્રી ચેકઅપ કેમ્પનું આયોજન 6 મે 2022 ના રોજ કરી એક અનોખી પહલ કરવામાં આવી હતી.

 આ કેમ્પની શરૂઆત કેન્દ્ર સરકારના રાજ્ય કક્ષાના રેલવે અને ટેક્સટાઈલ મંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ દ્વારા કરવામાં આવેલ.

આ કેમ્પમાં નીચેની ત્રણ બાબતો તપાસવામાં આવી.

(૧) *બોન મિનરલ ડેન્સિટી ટેસ્ટ- 

આધુનિક ટેકનોલોજીની મદદથી પેશન્ટના હાડકામાં કેલ્શિયમનું પ્રમાણ કેટલું છે તે ચેક કરવામાં આવેલ હતુ.

(૨) ફિઝિયોથેરાપી ચેકઅપ-

પેશન્ટના શરીરના દુખાવાનુ ફિઝિયોફિટ કલીનિકના ડો.અંકિતા પદમાણી દ્વારા ચેકઅપ કરવામાં આવેલ ડૉ.અંકિતા ફિઝીયોથેરાપી માસ્ટર ડિગ્રી ધરાવે છે. તેમજ ફિઝિયોથેરાપી અને ડાયટનો બહોળો અનુભવ ધરાવે છે.

(૩) ફિટનેસ ચેક અપ-શરીરમાં કયા ભાગમાં ચરબીનું પ્રમાણ કેટલું છે તે ચેકઅપ કરવામાં આવેલ તેમજ પેશન્ટોને nutritionની માહિતી એક્સપર્ટ દ્વારા આપવામાં આવેલ.

આ કેમ્પમાં 75 કરતા વધારે લોકોએ પોતાના હાડકાની મજબૂતાઈ અંગે તપાસ કરાવેલી અને શરીરના દુઃખદર્દમાંથી છુટકારો મેળવવા માટે તેમજ શરીરને જરૂરી nutrition અંગે ફિઝિયોથેરાપિસ્ટ દ્વારા કન્સલ્ટિંગ કરાવીને લોકોએ આઝાદીના અમૃત મહોત્સવ 75 ની સાચા અર્થમાં ઉજવણી કરેલ. ભારતનો દરેક નાગરિક પોતાના શરીરની ફિટનેસ જાળવી રાખે એ જ અમારૂ મિશન છે.

જય હિન્દ જય ભારત.

ડૉ.અંકિતા પદમાણી

ફિઝિયોફીટ,વેસુ

Author : Gujaratenews