Surat : રમેશભાઈ તુલસીભાઈ ભલાણી દ્વારા સ્વ. તુલસીભાઈ દેવજીભાઈ ભલાણી અને ભલાણી પરિવારનાં સર્વ પિતૃ મોક્ષાર્થે સમસ્ત પાટીદાર સમાજની વાડી, આંબા તલાવડી ખાતે શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના શિષ્ય શ્રી શ્યામભાઈ ઠાકર દ્વારા સુમધુર શૈલીમાં સંગીત સુરાવલી સાથે કથામૃતનું રસપાન કરાવી રહ્યા છે, શ્રીમદ્દ ભાગવત સપ્તાહ એટલે આ કળયુગમાં શ્રવણ માત્રથી મોક્ષ આપનારી પવિત્ર જ્ઞાનગંગામાં શ્રવણરૂપી સ્નાન કરવું જે આ પરિવાર કરાવી રહ્યો છે, પરિવાર દ્વારા કથાનું ખુબ સરસ આયોજન છે, કથા દરમિયાન વિવિધ દિવસે વિવિધ પ્રસંગોને ઉજવાય રહ્યા છે, જેના તૃતિય દિવસે નરસિંહ જન્મ નિમિત્તે પરિવારનાં સભ્યોએ પાત્રો બનીને હિરણ્યકશ્યપ વધનું જીવંત ચિત્ર પ્રદર્શિત કર્યું હતું, કથા અંતે સામાજીક જીવનમાં જેમનું યોગદાન છે એ મહાનુભાવોની સાથે મુંબઈ થી પધારેલા મહેમાનોનું સન્માન કરાયું હતું, દરરોજ સાંજે કથા અંતે અલગ અલગ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં બુધવારે પ્રખ્યાત વક્તા નેહલબેન ગઢવી દ્વારા મારુ ઘર મારો ધર્મ અને કાજલબેન હિન્દુસ્તાની દ્વારા ધર્મ પર વક્તવ્ય આપવામાં આવ્યું હતું જેમાં બહોળી સંખ્યામાં શ્રોતાગણો એ ભાગ લીધો હતો, આ ભાગવત સપ્તાહની પુર્ણાહુતી 10 એપ્રિલે થશે.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
29-Sep-2024