યુવા તેજસ્વિની સંગઠન દ્વારા આયોજીત વિશ્વ મહિલા દિવસના ઉપક્રમે "શક્તિ-વંદના"

07-Mar-2022

૮ માર્ચના રોજ વિશ્વ મહિલા દિવસ હોવાથી સરદારધામના નેજા હેઠળ યુવા તેજસ્વિની મહિલાઓનું એક અનોખુ આયોજન કરવામાં આવ્યું છે. નારી શક્તિને બળ પૂરું પાડવા અને આજના યુગમાં નારી દરેક ક્ષેત્ર માટે કામ કરી શકતી હોય તેને પ્રોત્સાહન આપવા માટે સરદારધામ મહિલાઓ માટે ખૂબ સારું કામ કરે છે તો મહિલાઓને પ્રોત્સાહન આપવા એક અનોખો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે.

આંતરરાષ્ટ્રીય વિશ્વ મહિલા દિવસની ઉજવણી પ્રમુખ સેવક ગગજીભાઇ સુતરીયાના નેજા હેઠળ સરદારધામ યુવા તેજસ્વિની બહેનો દ્વારા ગુજરાતના અમદાવાદ, વડોદરા, સુરત, બોમ્બે, રાજકોટ, જુનાગઢ, ધ્રોલ અને જસદણ ખાતે આ કાર્યક્રમો થવાના છે. સુરતમાં સમસ્ત પાટીદાર સમાજની વાડી, અંબાતલાવડી, કતારગામ ખાતે વિશ્વ મહિલા દિવસની શાનદાર ઉજવણી કરવામાં આવશે જેમાં વિવિધ ક્ષેત્રમાં જોડાયેલી સમાજની મહિલાઓનું સન્માન કરવામાં આવશે..

સુરતના પાટીદાર મહિલા સોશિયલ ગ્રુપ એકઠા થઈ એક યુનિટીની ભાવનાથી બધા મહિલાઓને એક પ્લેટફોર્મ નીચે ભેગા કરી આ ઉજવણી કરવામાં આવશે તેના માટે સરદારધામ યુવા તેજસ્વિની શર્મિલાબેન બાંભણિયાની આગેવાની હેઠળ તથા સંગઠન મંત્રી યુવા તેજસ્વિની સરદારધામ વૈશાલીબેન સોરઠિયા આ કાર્યક્રમ માટે જહેમત ઉઠાવી રહ્યા છે. આ કાર્યક્રમમાં વક્તા નેહલબેન ગઢવી વર્ચ્યુઅલ જોડાશે અને મોટી સંખ્યામાં મહિલા અને યુવતીઓ જોડાય તેવું એક યાદીમાં જણાવવામાં આવ્યું હતું. કોરોનાના આ સમય પછી મહિલાઓને પ્રોત્સાહન આપવા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે તો પાટીદાર મહિલોને પોતાનો કાર્યક્રમ ગણી મોટી સંખ્યામાં જોડાવાનું આહવાહન કરેલ છે.

કાર્યક્રમના અંતે સરદાર પ્રસાદનું પણ આયોજન સરદારધામ, કાંસા નગર, કતારગામ ખાતે કર્યું છે. આ કાર્યક્રમ ૮ માર્ચ, મંગળવાર સમય બપોરે ૨:૦૦ થી ૫:૦૦ રખાયું છે.

Author : Gujaratenews