ભારતીય બુલિયન માર્કેટમાં આજે સોના અને ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો છે. આ વધારા બાદ સોનાનો ભાવ(Gold Price Today) રૂ.48 હજારની ઉપર પહોંચી ગયો છે. બીજી તરફ આજે ચાંદીના ભાવ(Silver Price Today)માં પણ જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. ચાંદીના ભાવમાં 1.11 ટકાનો ઉછાળો જોવા મળી રહ્યો છે.
જાણો આજે શું છે સોનાનો ભાવ?
મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર એપ્રિલ ડિલિવરી માટે સોનું 0.19 ટકા વધીને રૂ. 48,014 પ્રતિ 10 ગ્રામ થયું હતું.
આજે ચાંદી ક્યાં સુધી પહોંચી?
આજના કારોબારમાં ચાંદીના ભાવમાં પણ જોરદાર ઉછાળો આવ્યો છે. આજે 1 કિલો ચાંદીનો ભાવ 1.11 ટકા વધીને 61,521 રૂપિયા પર પહોંચી ગયો છે.
એક નજર આજના સોનાના ભાવ ઉપર
MCX GOLD : 48019.00 +95.00 (0.20%) – 09:48 વાગે
Author : Gujaratenews
05-Mar-2025