અરવલ્લી: સાબરડેરી સંચાલિત શામળાજી શીતકેન્દ્ર ના ઈન્ચાર્જ મહેન્દ્રભાઈ પી પટેલ નો આજે વય મર્યાદા ના કારણે નિવૃત થતા શીતકેન્દ્ર ના પટાંગણમાં સાબરડેરી ના પ્રોડક્શન મેનેજર કે કે જૈન ના અધ્યક્ષતામાં યોજાયો હતો આ પ્રસંગે સાબરડેરી ના માર્કેટિંગ વિભાગના વિભાગીય વડા એન એલ પટેલ તેમજ ક્વોલીટી કન્ટ્રોલ લેબોરેટરી વિભાગના વિભાગીય વડા સુભાષભાઈ પટેલ ,સાબરડેરી લેબોરેટરી વિભાગ ના ઇન્ચાર્જ ડી વી પટેલ ની ઉપસ્થિતિમાં રાખવામાં આવ્યો હતો જેમાં શામળાજી એમ પી ઓ ઇન્ચાર્જ હેમંતભાઈ પટેલ વેટરનરી વિભાગ ના ઇન્ચાર્જ એસ જી પટેલ તેમજ શામળાજી શીતકેન્દ્ર ના કર્મચારીઓ ઉપસ્થિતિમાં મહેન્દ્રભાઈ પટેલ ને શાલ મોમેન્ટો અર્પણ કરી વિદાય સમારંભ યોજાયો હતો મહેન્દ્રભાઈ ના ઈન્ચાર્જ હેઠળ હાઉસ કિપિંગ ના નવ એવોર્ડ શામળાજી શીતકેન્દ્ર ને મળેલ હતા તેમજ કુશળતા પૂર્વક વહીવટ કરેલ ની આ પ્રસંગે નોંધ લીધી હતી આ કાર્યક્રમ ને શીતકેન્દ્ર ના કર્મચારીઓ એ સફળ બનાવ્યો હતો
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
03-Dec-2024