અરવલ્લી જિલ્લા મંડપ ડેકોરેટર્સ એસોસિએશન દ્વારા સુરક્ષા કવચ ( PSK ) યોજનાની માર્ગદર્શન શિબિર યોજાઈ

06-Oct-2021

- એસોસિએશનનો સભ્ય કોઈપણ રીતે મૃત્યુ પામે તો તેના પરિવાર ને મદદ કરવાની ભાવનાથી પરિવાર સુરક્ષા કવચ યોજના ચાલુ કરવામાં આવી

- જિલ્લા એસોસિએશનના દરેક તાલુકાના સભ્યો એ મિટિંગ માં હાજર રહી ને માહિતી મેળવી

 

મોડાસા:  અરવલ્લી જિલ્લા મંડપ ડેકોરેટર્સ એસોસિએશન દ્વારા તા. ૩/૧૦/૨૦૨૧, અરવલ્લી જિલ્લા ના મોડાસા ખાતે ગુજરાત મંડપ એસોસિએશન દ્વારા પરિવાર સુરક્ષા કવચ ( PSK ) યોજનાની માર્ગદર્શન આપવા શિબીર નુ આયોજન કરવામાં આવ્યું જેમા ગુજરાત મંડપ એસોસિએશન ના પ્રમુખ જગદીશભાઈ પરમાર, મહામંત્રી રાજુભાઇ અમીન, ખજાનચી ભીખાભાઈ જયસ્વાલ, અમદાવાદ ના પ્રમુખ ભરતભાઈ પંડ્યા, પંચમહાલ જિલ્લાના પ્રમુખ કેતનભાઈ ગાંધી, સાબરકાંઠા જિલ્લા મંડપ એસોસિએશનના પ્રમુખ અશોકભાઈ સથવારા ઉપસ્થિત રહ્યા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર અરવલ્લી જિલ્લા અને તાલુકાના મંડપ એશોશિયેશનના હોદ્દેદારો અને સભ્યો ઘ્વારા પરિવાર સુરક્ષા કવચ યોજના શિબીર નુ સુંદર આયોજન કરવામાં આવ્યું. જેમા ગુજરાત એસોસિએશનનો સભ્ય કોઈપણ રીતે મૃત્યુ પામે તો તેના પરિવાર ને મદદ કરવાની ભાવનાથી પરિવાર સુરક્ષા કવચ યોજના ચાલુ કરવામાં આવી છે. જે પરિવાર તૂટી ન જાય અને કોઈ આર્થિક મુશ્કેલી ન અનુભવે માટે ગુજરાત એસોસિએશને ખૂબ મહેનત કરીને આ યોજના લોન્ચ કરી છે જેનો લાભ દરેક તાલુકાના છેવાડે રહેતા મંડપ વાળા ભાઈ ને મળે તેવા આશય થી મોટી સંખ્યામાં જિલ્લા એસોસિએશનના દરેક તાલુકાના સભ્યો એ મિટિંગ માં હાજર રહી ને માહિતી મેળવી હતી. અરવલ્લી જિલ્લા મંડપ એસોસિએશન ની વાર્ષિક જનરલ મિટિંગ મળી જેમાં બીજી બે વર્ષ ની ટર્મ માટે ફરીથી પ્રમુખ તરીકે સુરેન્દ્રસિંહ રાઠોડ માલપુર મંત્રી તરીકે વિપુલભાઈ ત્રિવેદી.ખજાનચી તરીકે દિલીપભાઈ ભાવસારની નિમણૂક કરવામા આવી જેને સૌ હોદેદારો અને સભ્યોએ આવકારી શુભેચ્છાઓ પાઠવી હતી. જેમા અરવલ્લી જિલ્લાના પ્રમુખ સુરેન્દ્રસિંહ રાઠોડ, મંત્રી ગૌરાંગભાઈ શાહ, ખજાનચી દિલીપભાઈ ભાવસાર ઉપસ્થિત રહ્યા હતા.

Author : Gujaratenews