Monsoon 2022: ગુજરાત માટે 48 કલાક ભારે, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદની આગાહી

06-Aug-2022

આગાહી મુજબ આગામી પાંચ દિવસ હજુ પણ ગુજરાત (Gujarat) પર મેઘરાજાની કૃપા વરસશે. તેમાં પણ આગામી 48 કલાકમાં કેટલાક વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ (Rain) પડવાની આગાહી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ 8 અને 9 તારીખે ભારે વરસાદની શકયતા છે. અમદાવાદમાં સોમવારથી ભારે વરસાદની આગાહી છે.અમદાવાદ (Ahmedabad) અને ગાંધીનગરમાં (Gandhinagar) સામાન્ય વરસાદ પડવાની શક્યતા છે. આ સાથે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદ (Rain) પડવાની આગાહી કરાઈ છે.

Author : Gujaratenews