લાંબા વિરામ બાદ સુરત (Surat ) શહેર અને જિલ્લામાં (District ) ફરી એકવાર વરસાદી (Rain ) માહોલ જોવા મળ્યો હતો. નજીવા સમય માટે વરસેલા વરસાદને કારણે ઠેર ઠેર પાણી પાણી પણ થઇ ગયા હતા. પણ કામરેજના ભરથાણા (Koli Bharathana village) ગામમાં વીજળી પડવાના બનાવમાં ઝાડ નીચે ઉભેલા પાંચ વ્યક્તિઓ બેભાન થઇ ગયા હોવાના સમાચાર પણ સામે આવ્યા હતા.
કામરેજના ભરથાણા ગામમાં પડી વીજળી :
ભારે વરસતા વરસાદમાં અનેક વાર વીજળી પડવાના બનાવ પણ બનતા હોય છે. ત્યારે આવો જ એક બનાવ કામરેજમાં બન્યો હતો. જ્યાં ગુરુવારે વરસેલા ભારે વરસાદમાં એક ઝાડ પર વીજળી પડી હતી. જે સમયે વીજળી પડી તે સમયે ઝાડ નીચે પાંચ વ્યક્તિઓ વરસાદથી બચવા માટે ઉભા હતા. જોકે વીજળી પડતા તેઓ બેભાન થઇ ગયા હતા. જોકે સદનસીબે કોઈ મોટી દુર્ઘટના બની ન હતી.
Author : Gujaratenews
25-Jun-2025