ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ કિસાન મોરચાની કારોબારીમાં માલપુર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખની વરણી
05-Dec-2021
અરવલ્લી: ગુજરાત પ્રદેશ કિસાન મોરચાના અધ્યક્ષ હિતેશભાઈ પટેલે સમગ્ર રાજ્યમાં તાજેતરમાં કારોબારી તેમજ આમંત્રિત સભ્યોને વિવિધ વિભાગોમાં નિમણૂક કરાઈ છે. તેમાં અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકા પંચાયતના તેમજ ભાજપના પૂર્વ પ્રમુખ મહેશભાઈ ડાહ્યાભાઈ પટેલની પ્રદેશની કારોબારીમાં સ્થાન મળતાં જિલ્લા ભાજપ અને તાલુકાના સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરો સહિત કિસાનોમાં ખુશી અને ઉત્સાહ જોવા મળ્યો હતો જેમની સાથે મેઘરજના હોદ્દેદારોની પણ નિમણૂકને વધાવી લીધી હતી.
Author : Gujaratenews
20-Aug-2024