SURAT: નવા વર્ષ નિમિત્તે શુક્રવારે ગલાણી પરિવાર દ્વારા ભાવનગરના સરંભડા ગામનુ 15મુ સ્નેહમિલન હિરાબાગની વિઠ્ઠલનગરની વાડી ખાતે યોજાયું હતું. જેમાં ગામના આગેવાન ધીરૂભાઈ લલ્લુભાઈ ગલાણી, વજુભાઈ પરષોત્તમભાઈ ગલાણી, જીવનભાઈ પોપટભાઈ ગલાણી, બાવચંદભાઈ વાલજીભાઈ ગલાણી, ભાજપના કાર્યકર અને પૂર્વ મહામંત્રી પિયુષ ગલાણી, અખિલ ભારતીય પંચાયત પરીષદ પ્રમુખ (ઓલપાડ) અલ્પેશભાઈ મુંજાણી, સંદેશ પ્રેસના જર્નાલિસ્ટ દર્શન ગલાણી, Gujarat updateના વિપુલ મુંજાણી, ગામના તબીબો,સીએ સહિત 500થી વધુ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
Author : Gujaratenews
05-Mar-2025