ભારતનો આ પરિવાર છે દુનિયાનો સૌથી લાંબો પરિવાર ? 26 ફૂટથી પણ વધારે છે કુલ ઊંચાઈ, જાણો સમગ્ર માહિતી

05-Oct-2021

કુલકર્ણી પરિવાર છે દેશનો સૌથી લાંબો પરિવાર, પોતાની લંબાઈ છે 7 ફૂટથી વધારે તો દીકરીની છે 6 ફૂટ 4 ઇંચ

આજે આપણે ઘણા લોકોને જોયા હશે જે પોતાની ઊંચાઈ વધારવા માટે કેટ કેટલા પ્રયત્નો કરતા હોય છે. ઘણા માતા પિતા પણ પોતાના સંતાનોની ઊંચાઈને લઈએં હંમેશા ચિંતામાં રહેતા હોય છે.તો ઘણા વ્યક્તિઓની ઉંચાઈ ખુબ જ વધારે હોય અને છે અને તેના કારણે પણ તેમને કેટલીક તકલીફોનો સામનો પણ કરવો પડે છે. પરંતુ આજે અમે તેમને એક એવા પરિવાર વિશે જણાવીશું જેમની કુલ ઊંચાઈ 26 ફૂટથી પણ વધારે છે.સામાન્ય લોકોને આ પરિવારના લોકો સાથે વાત કરવા માટે પણ પોતાનું માથું ઊંચું કરવું પડે છે. તમને જાણીને એ પણ નવાઈ લાગશે કે આ પરિવારના બધા જ સભ્યોની ઊંચાઈ 6 ફૂટ ઉપર છે. આ પરિવાર છે પુણેમાં રહેતો કુલકર્ણી પરિવાર. આ પરિવારમાં માતા-પિતાની સાથે તેમની બે દીકરીઓ રહે છે અને વધાની કુલ મળીને ઊંચાઈ 26 ફૂટની આસપાસ છે.

પરિવારના મુખ્ય વ્યક્તિનું નામ શરદ કુલકર્ણી છે. જેમની લંબાઈ 7 ફૂટ 1.5 ઇંચ છે. તો તેમની પત્ની સંજોતની ઊંચાઈ પણ 6 ફૂટ 2.6 ઇંચ છે. આ બંનેના લગ્ન 1989માં થયા હતા અને બંને ભારતના સૌથી લાંબા કપલ હોવાનો દરજ્જો પ્રાપ્ત થયો હતો.

તેમનું નામ લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં દાખલ કરવામાં આવ્યું છે.  પરંતુ દુનિયાના સૌથી લાંબા જોડા તરીકેનું તેમનું સપનું ત્યારે તૂટી ગયું જયારે તેમને ખબર પડી કે દુનિયાના સૌથી લાંબા જોડા તરીકે કેલિફોર્નિયાના વેન અને લોરી છે.

શરદ અને સંજોત કુલકર્ણીની જેમાં તેમની દીકરીઓ પણ લાંબી છે. તેમની મોટી દીકરી મુરુગાની લંબાઈ 6 ફૂટ 1 ઇંચ છે. પરંતુ નાની દીકરી સાન્યાની લંબાઈ 6 ફૂટ 4 ઈંચ થઇ ચુકી છે. કુલકર્ણી ફેમેલીનું કહેવું છે કે જયારે તમે બીજાથી અલગ હોવ છો તો લોકો તમને જુએ છે અને તમારી ઓળખ દુનિયા સુધી પહોંચે છે. અને તે સારું લાગે છે. હાલમાં આ પરિવાર દેશનો સૌથી લાંબો પરિવાર માનવામાં આવી રહ્યો છે.

Author : Gujaratenews