માથાદીઠ મ્‍યુ. ટેક્ષ ચુકવવામાં અમદાવાદીઓ દેશમાં છઠ્ઠા નંબર પર, વધુ જાણો કોણ છે પહેલા નંબરે

05-Jul-2022

મુંબઇવાસીઓ દેશમાં નંબર-૧ : માથાદીઠ ટેક્ષ ચુકવવામાં દેશમાં રાજકોટ ૧૧માં ક્રમે તો સુરત ૧૦માં ક્રમે

નવી દિલ્‍હી, તા.૪: એક અમદાવાદી શહેરના વિકાસ માટે ૧૫૬૫ રૂપિયા ચૂકવે છે જે દેશમાં મ્‍યુનિસીપલ ટેક્ષમાં માથાદીઠ પેમેન્‍ટમાં છઠ્ઠા નંબર પર છે. આ રકમ ચેન્નાઇવાસી ચૂકવે છે તેના કરતા ૧૫ રૂપિયા વધારે છે અને બેંગ્‍લોરવાસી કરતા ૭૩ રૂપિયા ઓછી છે.

૧૭ જૂને કેન્‍દ્રિય શહેરી વિકાસ મંત્રાલય અધિકારીઓએ દેશના ૩૭ મોટા મ્‍યુનિસીપલ કોર્પોરેશનોના ઉપરોકત વિગતો દર્શાવાઇ છે.

સૌથી વધુ માથાદીઠ મ્‍યુનીસીપલ ટેક્ષ ૪૦૮૬ રૂપિયા મુંબઇવાસીઓ ચુકવે છે ૩૭ મ્‍યુનિસીપલ કોર્પોરેશનોનું સરેરાશ માથાદીઠ ટેક્ષ કલેકશન ૪૨૧ રૂપિયા થાય છે.

ગુજરાતના શહેરી વિકાસ ખાતાના એક સીનીયર અધિકારીએ કહ્યું કે સાદી ભાષામાં કહીએ તો મુંબઇ, અમદાવાદ, ચેન્નાઇ, કોઇમ્‍બતૂર અને બેંગ્‍લોર સહિતના મોટા શહેરોમાં મિલ્‍કતોીન ગીચતા અને તેમની વધતી કિંમતોના કારણે ટેક્ષ વધારે હોય છે.

તેમણે વધુમાં કહ્યું કે આ ઉપરાંત પ્રોપર્ટી ટેક્ષ કાર્પેટ એરીયા આધારિત ગતણત્રી પર નકકી થાય છે જે બજાર ભાવનું યોગ્‍ય પ્રતિનિધિત્‍વ કરે છે. તેનું સમયાંતરે પૂનઃ મૂલ્‍યાંકન પણ થઇ શકે છે. આ ઉપરાંત સેલ્‍ફ એસેસમેંટ સ્‍કીમો પણ કર વસૂલાતના આંકડાઓમાં મહત્‍વનો ભાગ ભજવે છે.

અમદાવાદમાં વાહન, પ્રોફેશ્‍નલ અને પ્રોપર્ટી ટેક્ષ રૂપે વર્ષે ૧૨૧૯ કરોડ રૂપિયા એકઠા થાય છે. માથાદીઠ ટેક્ષ તરીકે સૂરતવાસી ૬૬૦ રૂપિયા, રાજકોટવાસી ૬૨૮ રૂપિયા અને વડોદરાવાસી ૯૧૧ રૂપિયા ચૂકવે છે.

શર્માએ ઉમેર્યુ હતું કે, ‘રાજય સરકાર તરફથી યુઝર ચાર્જિસ, ઇમ્‍પેકટ ફી અને વળતર ભંડોળ મ્‍યુનિસિપલ કોર્પોરેશનની આવકના ૨૫% કરતા પણ ઓછુ છે.

કેન્‍દ્રિય શહેરી વિકાસ મંત્રાલયનો અહેવાલ જણાવે છે કે ભારતમાં સાત સૌથી મોટા શહેરો મુંબઇ, દિલ્‍હી, કોલકાતા, ચેન્નાઇ, બેંગ્‍લુરૂ, હૈદરાબાદ અને અમદાવાદ છે. મહારાષ્‍ટ્ર અને ગુજરાતના પશ્‍ચિમી રાજયોમાં અનુક્રમે ઝડપથી વિકસતા મેટ્રોપોલિન શહેરો તરીકે પુણે અને સુરત બહુ જ નજીક છે.

 

Author : Gujaratenews