કેનેડા, અમેરિકા છોડો : અભ્યાસમાં કરાયેલું તારણ વિદ્યાર્થીઓ માટે હવે બેસ્ટ એજ્યુકેશન સ્વિટ્ઝરલેન્ડમાં

05-Jul-2023

સ્વિટ્ઝરલેન્ડની શૈક્ષણિક સંસ્થાઓ વિશ્વભરના વિદ્યાર્થીઓને ઉચ્ચ- ગુણવત્તાયુકત શિક્ષણ પ્રદાન કરવાનો લાંબો ઈતિહાસ ધરાવે છે.

સ્વીસ એજ્યુકેશન તેની ગુણવત્તા માટે ઓળખાય છે

નવી દિલ્હી: જ્યારે પણ વિદેશમાં ભણવાની વાત આવે ત્યારે ભારતીય લોકો કેનેડા, અમેરિકા, ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયાને પ્રાધાન્ય આપે છે. પરંતુ ધીમે ધીમે હવે લોકોમાં અન્ય દેશોને લઇને પણ જાગૃતિ આવવા લાગી છે અને કેટલાક લોકો ઉચ્ચતર અભ્યાસ માટે હવે સ્વિટ્ઝરલેન્ડને પણ ગણતરીમાં લાવી રહ્યા છે. સ્વિટ્ઝરલેન્ડની શૈક્ષણિક સંસ્થાઓ વિશ્વભરના વિદ્યાર્થીઓને ઉચ્ચ- ગુણવત્તાયુકત શિક્ષણ પ્રદાન કરવાનો લાંબો ઇતિહાસ ધરાવે છે અને ભવિષ્યમાં પણ આ વલણ ચાલુ રહેશે તેવી સંભાવના છે. સ્વિટ્ઝરલેન્ડ શિક્ષણ માટે પસંદગીનું સ્થળ બની રહ્યું છે, ખાસ કરીને નાની ઉંમરના બાળકો માટે જેની પાછળ ઘણા બધા કારણો છે. સ્વીસ એજ્યુકેશન તેની ગુણવત્તા માટે ઓળખાય છે. તે વિદ્યાર્થીઓને પ્રેકિટક્લ નોલેજ આપવા પર વધુ ભાર આપે છે. ત્યાંની એજ્યુકેશન સિસ્ટમ વિદ્યાર્થીઓને તેમના જીવન અને ફ્યુચર કરિયર માટે તૈયાર કરે છે. સ્વિટ્ઝરલેન્ડ એક સેફ અને સ્ટેબલ દેશ તરીકે ઓળખાય છે. જે માતા-પિતા પોતાના બાળકોને તેમના ગ્રોથ માટે સિક્યોર અને સપોર્ટિવ વાતાવરણ આપવા માંગતા હોય તેમના માટે આ દેશ એક બેસ્ટ ઓપ્શન છે. સ્વિટ્ઝરલેન્ડમાં વિવિધ ભાષાઓ બોલવામાં આવે છે. આ દેશની કુલ ૪ ઓફિશિયલ લેન્ગ્વેજીસ છે જેમાં, જર્મન, ફ્રેન્ચ, ઇટાલિયન અને રોમનનો સમાવેશ થાય છે. આ બહુભાષાવાદને કારણે વિદ્યાર્થીઓને અલગ અલગ ભાષાઓનું જ્ઞાન અને વિવિધ કલ્ચરનું જ્ઞાન મળે છે. સ્વિટ્ઝરલેન્ડ તેની કુદરતી સુંદરતા અને સ્કીઇંગ, હાઇક્લિં અને વોટર સ્પોર્ટ્સ સહિત આઉટડોર મનોરંજનની તકો માટે જાણીતું છે. આ ખાસ કરીને એવા પરિવારો માટે આકર્ષક હોઈ શકે છે. જે તેમના બાળકોને એક સારુ શિક્ષણ પ્રદાન કરવા માંગતા હોય જેમાં તંદુરસ્ત અને સક્રિય જીવનશૈલીનો સમાવેશ થાય છે. સ્વિસ શિક્ષકો ઉચ્ચ પ્રશિક્ષિત અને અનુભવી હોય છે, અને તેઓ વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ શક્ય શિક્ષણ આપવા માટે પ્રતિબદ્ધ હોય છે. તેઓ દરેક વિદ્યાર્થીને સફળ થવા માટે જરૂરી સમર્થન અને માર્ગદર્શન મળે તેની ખાતરી કરવામાં મદદ કરી શકે છે.

Author : Gujaratenews