સોમનાથ વેરાવળ સહિતના ગામોની જીવાદોરી ગણાતો હિરણ ડેમ ૨ સિઝનમાં પ્રથમ વખત છલકાયો

05-Jul-2023

સોમનાથ વેરાવળ સહિતના ગામોની જીવાદોરી ગણાતો હિરણ ડેમ ૨ સિઝનમાં પ્રથમ વખત છલકાયો. ડેમનું લેવલ જાળવવા એક દરવાજો અડધો ફૂટ ખોલવામાં આવ્યો. 

હિરણ ૨ ડેમના એક દરવાજો બપોરે બે કલાકે અડધો ફુટ ખોલાયા

પ્રભાસ પાટણ : વેરાવળ પ્રભાસ પાટણ તેમજ ગ્રામ્ય વિસ્તારમાં અને ઉધોગને પાણી પૂરો પાડતો હિરણ બે ડેમની નિર્ધારીત સપાટી સુધી પાણી ભરાતા હિરણ ૨ ડેમ ના એક દરવાજો બપોર ના બે કલાકે અડધો ફુટ ખોલવામાં આવેલ છે.
 ડેમ ઉપરના ફરજ બજાવતા અધિકારી પીઠીયા એ જણાવેલ કે ડેમ ના ઉપર ના ભાગ માં વરસાદ ને કારણે પાણી ની આવક વધતાં ડેમ ની નિર્ધારીત સપાટી સુધી પાણી ની આવક થતાં બપોર ના બે કલાકે ડેમ નો એક દરવાજો અડધો ફુટ ખોલવામાં આવેલ છે.હિરણ ૨ ડેમ વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા અને આજુબાજુનાના ગ્રામ વિસ્તારોમાં પીવાનું પાણી અને ઉધોગો ને પાણી હિરણ ડેમ પૂરૂં પાડે છે તેમજ કેનાલો મારફતે ચિરાઈ નુ પાણી ખેડૂતો ને ડેમ માંથી મળે છે જેથી આ ડેમ ઓવરફ્લો થતા આ વિસ્તારમાં આનંદ ની લાગણી ફેલાયેલ છે કારણ કે વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા સહિત ના વિસ્તારમાં એક વર્ષ નો પીવા નો પાણી પ્રશ્ન હલ થયેલ છે. હિરણ-૨ જળાશય હેઠળના તાલાળા તાલુકાના ઉમરેઠી, માલજીંજવા, સેમરવાવ તેમજ વેરાવળ તાલુકાના ભેરાળા, મંડોર, ઇશ્વરીયા, ઇન્દ્રોઇ, નાવદ્રા, સોનારીયા, સવની, બાદલપરા, મીઠાપુર, કાજલી અને પ્રભાસ પાટણના નીચાંણવાળા વિસ્તારોને સાવધ રહેવા સૂચિત કરવામાં આવે છે.

Author : Gujaratenews