દેશમાં કોરોના વાયરસ (Corona Virus) અને તેના નવા પ્રકાર ઓમિક્રોનના (Omicron) કેસ ઝડપથી વધી રહ્યા છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હી (Delhi) અને મહારાષ્ટ્રમાં સ્થિતિ ગંભીર બનવા લાગી છે, જેને ધ્યાનમાં રાખીને નિયંત્રણો લાદવામાં આવ્યા છે. ઘણા શહેરોમાં નાઇટ કર્ફ્યુ પણ લાદવામાં આવ્યો છે અને દિલ્હીમાં વીકએન્ડ કર્ફ્યુની જાહેરાત કરવામાં આવી છે. દરમિયાન, કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ (Mansukh Mandaviya) કહ્યું છે કે, અમે દેશના તમામ રાજ્યોમાં હાલના સ્વાસ્થ્ય માળખા અને સજ્જતાની સતત સમીક્ષા કરી રહ્યા છીએ.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીએ વધુમાં કહ્યું કે, ગઈકાલથી 15-18 વયજૂથનું રસીકરણ (Vaccination) શરૂ થઈ ગયું છે. સોમવારે આ વયજૂથના 40 લાખથી વધુ કિશોરોને રસી આપવામાં આવી હતી. આજે પણ, લગભગ સમાન સંખ્યામાં રસીકરણ થશે. અમે તમામ રાજ્યોની સાથે સ્વાસ્થ્ય માળખાની સતત સમીક્ષા અને તૈયારી કરી રહ્યા છીએ.કોરોના અને ઓમિક્રોનના કેસમાં સતત વધારો
દેશના 23 રાજ્યોમાંથી અત્યાર સુધીમાં ઓમિક્રોનના 1892 કેસ નોંધાયા છે, જેમાંથી 766 લોકો ચેપ મુક્ત થઈ ગયા છે અથવા તો વિદેશ ગયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના ડેટા અનુસાર, ભારતમાં એક દિવસમાં કોવિડ-19ના 37,379 નવા કેસ સામે આવ્યા બાદ દેશમાં સંક્રમિતોની સંખ્યા વધીને 3,49,60,261 થઈ ગઈ છે, જ્યારે સારવાર હેઠળના દર્દીઓની સંખ્યા વધીને 1,71,830 છે.
વધુ 124 સંક્રમિતોના મોત બાદ મૃત્યુઆંક વધીને 4,82,017 થયો છે. સારવાર હેઠળના કેસો ચેપના કુલ કેસના 0.49 ટકા છે, જ્યારે કોવિડ-19માંથી સાજા થવાનો રાષ્ટ્રીય દર 98.13 ટકા છે. છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના સારવાર હેઠળના દર્દીઓની સંખ્યામાં 26,248 કેસ નોંધાયા છે.
દેશમાં અત્યાર સુધીમાં કોરોનાને કારણે 482017 લોકોના મોત થયા
દેશમાં ચેપનો દૈનિક દર 3.24 ટકા અને સાપ્તાહિક દર 2.05 ટકા હતો. અત્યાર સુધીમાં કુલ 3,43,06,414 લોકો ચેપ મુક્ત થયા છે અને કોવિડ-19થી મૃત્યુદર 1.38 ટકા છે. રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ, અત્યાર સુધીમાં કોવિડ-19 વિરોધી રસીના 146.70 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે.
મૃત્યુના નવા 124 કેસમાંથી, કેરળમાં 71 લોકો અને પશ્ચિમ બંગાળમાં 13 દર્દીઓના મોત થયા છે. દેશમાં વાયરસથી અત્યાર સુધીમાં કુલ 4,82,017 મૃત્યુ નોંધાયા છે, જેમાં મહારાષ્ટ્રમાંથી 1,41,553, કેરળમાંથી 48,184, કર્ણાટકમાંથી 38,351, તમિલનાડુમાંથી 36,796, દિલ્હીમાં 25,110, 22,916 અને ઉત્તર પ્રદેશમાં 22,916નો સમાવેશ થાય છે.
એક નવો વેરિયન્ટ સામે આવ્યો
કોરોના વાયરસ (Corona Virus) વેરિયન્ટ ઓમિક્રોનની (Omicron) ચિંતા વચ્ચે ફ્રાન્સમાં (France) એક નવો વેરિયન્ટ સામે આવ્યો છે, જેને હાલમાં ‘IHU’ (IHU Variant) નામ આપવામાં આવ્યું છે. વૈજ્ઞાનિકોના મતે, તે ઓમિક્રોન કરતાં વધુ ઘાતક છે અને તે લોકોને પણ સંક્રમણ લગાડે છે કે જેમને રસી આપવામાં આવી હોય અથવા એકવાર સંક્રમિત થયા હોય અથવા જેમને રોગપ્રતિકારક શક્તિ વિકસાવી હોવાનું માનવામાં આવે છે, તેમને પણ સંક્રમિત કરી શકે છે.
વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર, ફ્રાન્સમાં સામે આવેલા કોરોના વાયરસના પ્રકારમાં 46 મ્યુટેશન (Mutations) થઈ શકે છે. અત્યાર સુધીમાં આ પ્રકારના 12 કેસ નોંધાયા છે. આ તમામ આફ્રિકન દેશો કેમેરૂનના (Cameroon) પ્રવાસેથી પાછા ફર્યા હતા, ત્રણ દિવસ પછી તેઓને શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદ થઈ હતી, ત્યારબાદ તેમના નમૂનાઓ તપાસ માટે મોકલવામાં આવ્યા હતા.
20-Aug-2024