રાજકોટ ફરી શર્મસાર : શિક્ષકે 2 યુવતીઓને રૂમમાં બોલાવી કહ્યું, તમને SEX એજ્યુકેશન આપવાનું છે, ચલો તૈયાર થઇ જાઓ અને...
04-Oct-2021
પ્રતિકાત્મક તસવીર.
રાજકોટ: શહેર રંગીલું છે પરંતુ હવે આ રંગીલા રાજકોટમાં એવી શરમજનક ઘટનાઓ સામે આવી રહી છે કે તેના કારણે સમગ્ર સૌરાષ્ટ્ર શરમજનક સ્થિતિમાં મુકાઇ રહ્યું છે. હાલમાં જ હોટલમાં મોડલના નગ્ન નાચની ઘટનાની શાહી હજી સુકાઇ નથી ત્યાં વધારે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે.
રાજકોટના કોટડા સાંગાણીના નવી મેગણી ગામનો શરમજનક બનાવ સામે આવ્યો છે. જેમાં જ્ઞાનદીપ સ્કૂલમાં બે માસૂમ છાત્રાઓ સાથે અડપલાં થયા હોવાની ઘટના સામે આવી છે. છેલ્લા એક માસથી છાત્રાઓ સાથે થતાં દુર્વ્યવહારની જાણ પરીવારજનો થતા પરિવાર દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો. આ જ્ઞાનદીપ સ્કૂલનું મેનેજમેન્ટ કરતા દિનેશ સાહેબ પર આક્ષેપ છાત્રાઓ દ્વારા ચોંકાવનારા આક્ષેપો કરવામાં આવ્યા છે. રાજકોટ જિલ્લા ભાજપના મહિલા મોરચાના પ્રમુખ સીમાબેન જોષીના પતિ દિનેશ સામે ગુનો નોંધાયો છે. લોધીકા પોલીસમાં પોકસો અને એટ્રોસીટી એકટ મુજબ દિનેશ સાહેબ સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ભાજપના નેતાઓમાં બનાવથી દોડધામ વધી ગઈ છે. ગાંધી જયંતીના પવિત્ર દિવસે આ શિક્ષણ ધામમાં અડપલાંના બનાવને પગલે ભારે ચકચાર મચી ગઇ છે. લોધીકા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ થઇ છે. એસ.સી.એસ.ટી સેલના DYSP મહર્ષિ રાવલ દ્વારા સમગ્ર ઘટના સામે આવ્યા બાદ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ દ્વારા પોસ્કો હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અધિકારીઓ દ્વારા આરોપીની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે. કડકમાં કડક કાર્યવાહીની બાંહેધરી પણ આપવામાં આવી છે. વિદ્યાર્થીનીએ જણાવ્યું કે, બંન્ને ધોરણ 9માં અભ્યાસ કરે છે. શાળા સંચાલક દિનેશ જોશી લાંબા સમયથી બંન્ને પર વિકૃતીથી જોતો હતો. અશ્લિલ હરકતો પણ કરતા હતા. 9 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર સુધીમાં 6 વખત અલગ અલગ બહાને ઓફીસમાં બોલાવતા હતા. ત્યાં અલગ અલગ બહાના કરીને તેની સાથે છેડતી કરતા હતા. ઓફીસમાં તેમને બોલાવીને તેમને બાહોમાં ઝકડી લેતા હતા. પાછળથી બાહોમાં ઝકડીને પછી અશ્લીલ હરકતો કરતા રહેતા હતા.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
03-Dec-2024