તા. ૦૧/૦૬/૨૦૨૨ ને બુધવારના રોજ સીમાડા સુવિધા રોહાઉસની વૃંદાવન ફાર્મ સીમાડા સુરત ખાતે સમાજ, પરિવાર અને સંસ્કૃતિની શોભા વધારે અને જ્યાં લાગણી અને સંસ્કારના દર્શન થાય એવો યુવા સંસ્કૃતિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા “વડીલ વંદના કાર્યક્રમનું” આયોજન કરવામાં આવેલુ હતું. જેમાં એક-સ્થળે, એક-સાથે અને એકજ સમયે ૪૦૦ જેટલા વડીલોના જન્મદિવસની ઉજવણી વડીલોની સામુહિક પૂજા અર્ચના કરીને કરવામાં આવી હતી. માં-બાપને ભુલશો નહી નાટક રજુ કરવામાં આવ્યું હતું તેમજ સમય સાથે જીવનમાં કઈ રીતે પરિવર્તન લાવી શકાય એ વિષય પર કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા માનવંતા સમાજ શ્રેષ્ઠીઓ ઊંડાણ પૂર્વક સમજાવેલું.
આ કાર્યક્રમમાં મુખ્ય યજમાન પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયા, શ્રી ધીરુભાઈ કોટડીયા, કાનજીભાઈ ભાલાળા, વલ્લભભાઈ સવાણી, મનહરભાઈ સાચપરા અને રાકેશભાઈ દુધાત ઉપસ્થિત રહ્યા હતા તેમજ સમાજીક સંસ્થાના અગ્રણીઓ, સમાજશ્રેષ્ઠીઓ હાજર રહી “વડીલ વંદના કાર્યક્રમને” દીપાવ્યો હતો.
યુવા સંસ્કૃતિ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખશ્રી અંકીતભાઈ બુટાણીની આગેવાનીમાં વડીલ વંદના કાર્યક્રમ થયો હતો જેમાં સંસ્થાના સેવાભાઈ સભ્યશ્રી જીગ્નેશભાઈ ઢોલાએ 1,21,000 ₹ નું અનુદાન આપ્યું હતું, તેમજ યુવા સંસ્કૃતિ ચેરીટેબલ ટ્રસ્ટના તમામ સાથી મિત્રોએ સાથે મળીને વડીલ વંદના કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
સુરત ખાતે યુવા સંસ્કૃતિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વડીલ વંદના કાર્યક્રમ યોજાયો
04-Jun-2022






15-Jan-2026