સેવક એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ : સુરતના આંગણે લોકડાયરો, ૨૫૦૦૦ વિધાર્થીઓને એક સાથે ફ્રી પુસ્તકો અપાશે

04-Jun-2022

૮ વર્ષથી સુરત અને બારડોલીમાં ફ્રિ પુસ્તક વિતરણ કરતી સંસ્થા દ્વારા ગરીબ, અનાથ, વિધવાબેનોના બાળકોના ભણતર તથા નિરાધાર વૃધ્ધોના ભોજનના લાભાર્થે લોકડાયરો યોજાશે. સાથે ૨૫૦૦૦ વિધાર્થીઓને એક સાથે ફ્રી પુસ્તક કીટ અર્પણ કાર્યક્રમ-૨૦૨૨નું આયોજન સેવક એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ પરિવાર દ્વારા કરાયું છે. સેવક એજ્યુકેશન & ચેરીટેબલ ટ્રસ્ટ આયોજીત 9મો પુસ્તક વિતરણ સમારોહ આયોજિત ભવ્ય લોકડાયરો હાલો આપણા મલકમાંનુ આયોજન કરાયું છે. લોકડાયરો તારીખ:-04/06/2022 શનિવાર સમય સાંજે:08:30 કલાકે આત્મીય ફાર્મ, સ્વામિનારાયણ ગુરૂકુલની સામે, કતારગામ, વેડરોડ, સુરત અને તારીખ:-05/06/2022 સાંજે:-04:00. કલાકે આત્મીય ફાર્મ, સ્વામિનારાયણ ગુરૂકુલની સામે, કતારગામ, વેડરોડ, સુરત ખાતે હાજર રહેવા જાહેર આમંત્રણ પાઠવાયું છે. લોકડાયરામાં મુખ્ય કલાકાર કિરણ ગજેરા (લોક ગાયીકા), વિવેક સાંચલા (લોક ગાયક), અપેક્ષા પંડયા (લોક ગાયીકા) તથા એંકરીંગ ચેતનભાઈ ધામેલીયા કરશે.

Author : Gujaratenews