ધોરણ-10 બોર્ડનું 65.18 ટકા પરિણામ જાહેર, બોર્ડની વેબસાઈટ www.gseb.org પર વિદ્યાર્થીઓ પરિણામ જોઈ શકે

04-Jun-2022

 ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલ ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ આજે જાહેર થઈ ગયું છે. બોર્ડની વેબસાઈટ www.gseb.org પર વિદ્યાર્થીઓ પરિણામ જોઈ શકે છે. થોડીવારમાં જ ઓવરઓલ પરિણામ આવશે. GSEB બોર્ડ SSC માર્કિંગ સ્કીમ મુજબ વિદ્યાર્થીએ લાયક ગણવામાં આવતા તમામ વિષયોમાં ઓછામાં ઓછો 'D' ગ્રેડ મેળવવો જરૂરી રહેશે. વિષયોમાં ગ્રેડ 'E1' અથવા ગ્રેડ 'E2' મેળવનારા વિદ્યાર્થીઓએ પૂરક પરીક્ષાઓ દ્વારા તેમને ફરીથી પરીક્ષા આપવાની રહેશે. A1 ગ્રેડ મેળવવા માટે વિદ્યાર્થીઓએ 90 ટકાથી વધુ માર્ક્સ મેળવવાના રહેશે.

ધોરણ-10 બોર્ડનું 65.18 ટકા પરિણામ જાહેર

www.gseb.org વેબસાઇટ પર મુકાયુ પરિણામ

સૌથી વધુ સુરત જિલ્લાનું 75.64 ટકા પરિણામ

સૌથી ઓછું પાટણ જિલ્લાનું 54.29 ટકા પરિણામ

100 ટકા પરિણામ ધરાવતી 294 શાળા 

30 ટકા કરતાં ઓછું પરિણામ ધરાવતી 1007 શાળા 

અમદાવાદ શહેરનું 63.18 ટકા પરિણામ

અમદાવાદ ગ્રામ્યનું 63.98 ટકા પરિણામ

વડોદરા શહેરનું 61.21 ટકા પરિણામ 

સુરત શહેરનું 75.64 ટકા પરિણામ

રાજકોટ શહેરનું 72.86 ટકા પરિણામ

જામનગર શહેરનું 69.68 ટકા પરિણામ

જૂનાગઢ શહેરનું 66.25 ટકા પરિણામ

ગાંધીનગર શહેરનું 65.83 ટકા પરિણામ

2020માં ધો. 10નું 60.64% રિઝલ્ટ આવ્યું હતું

કોરોનાકાળની શરૂઆતમાં જ્યારે લોકડાઉન લગાવવામાં આવ્યું હતું. ત્યાર બાદ લોકડાઉનના 75 દિવસ બાદ 9મી જૂન 2020ના રોજ ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. 2020માં 10મા ધોરણનું 60.64 ટકા પરિણામ જાહેર થયું હતું. જે 2019 કરતા 5 ટકા ઓછું હતું. 2019માં ધોરણ 10નું 66.97 ટકા પરિણામ હતું. 2020માં દાહોદ જિલ્લાનું સૌથી ઓછું પરિણામ છે. તો 174 શાળાઓનું શૂન્ય ટકા પરિણામ હતું. 100 ટકા પરિણામ ધરાવતી 291 શાળાઓ હતી. 2020માં અંદાજે 10.80 લાખ વિદ્યાર્થીઓએ રાજ્યભરમાંથી પરીક્ષા આપી હતી.

 

Author : Gujaratenews