સીબીઆઈની સુરત-હજીરામાં રેડ : નેશનલ હાઇવે ઓથોરિટીના જનરલ મેનેજર સહિત 9 અધિકારીઓ સામે સીબીઆઈની કાર્યવાહી, 22 સ્થળોએ વ્યાપક દરોડા
04-Apr-2022
Representative image.
સીબીઆઇની સુરતમાં છેદી રામ ભવન યાદવની કમલ કન્સ્ટ્રક્શન અને હજીરાની સોમા આઇસોકેસ તેમજ ટોલ-વે પ્રાઇવેટના ડાયરેક્ટર સામે પણ ગુનો દાખલ કરીને દરોડા પાડીને મોટી માત્રામાં દસ્તાવેજો જપ્ત કર્યા છે.નેશનલ હાઇવે ઓથોરિટી (National Highway Authority) ના પ્રોજેકટ (Project) માં કટકી કરવાના આરોપસર સીબીઆઈ (CBI) દ્વારા નેશનલ હાઇવે ઓથોરિટીના જનરલ મેનેજર સહિત 9 અધિકારીઓ (officers) સામે કાર્યવાહી કરવામાં આવી છે. કુલ 22 લોકો સામે ગુનો દાખલ કરીને સીબીઆઇએ તપાસ શરૂ કરી છે. સીબીઆઈની ટીમ દ્વારા ગુજરાત, દિલ્હી, રાજસ્થાન, હરિયાણા, ઉત્તરાખંડ, મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશમાં કાર્યવાહી કરાઈ છે. દરોડા (raid) માં 1.1 કરોડ રોકડા, 49 લાખની એફ.ડી. અને 4.5 કરોડના દાગીના જપ્ત કર્યા છે. 2008થી 2010 વચ્ચેના 3 પ્રોજેકટમાં મોટા પાયે કટકી થઈ હોવાની માહિતી અનુસાર કાર્યવાહી કરવામાં આવી છે. ગુજરાતમાં સુરત-હજીરા પોર્ટ નેશનલ હાઇવે-6, કિશનગઢ-અજમેર-બિયાવર નેશનલ હાઇવે-8 અને વારાણસી-ઔરંગાબાદ નેશનલ હાઇવે-2 માં ખાનગી કંપનીઓ અને વચેટીયાઓ સાથે મળીને કટકી કરી હોવાની માહીતીના આધારે સીબીઆઈએ દરોડા પાડ્યા છે.
2008-2010માં સુરત હજીરા નેશનલ હાઇવે નંબર -6 , કિશનગઢ-અજમેર -બિયાવર હાઇવે પ્રોજેક્ટ અને વારાણસી -ઓરંગાબાદ હાઇવે પ્રોજેક્ટનુ કામ ખાનગી કંપનીઓને સોપ્યુ હતુ. સીબીઆઇની સુરતમાં છેદી રામ ભવન યાદવની કમલ કન્સ્ટ્રક્શન અને હજીરાની સોમા આઇસોકેસ તેમજ ટોલ-વે પ્રાઇવેટના ડાયરેક્ટર સામે પણ ગુનો દાખલ કરીને દરોડા પાડીને મોટીમાત્રામાં દસ્તાવેજો જપ્ત કર્યા છે.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
29-Sep-2024