મહુવા વોર્ડ નં - 2 લઘુમતી વિસ્તારના નગરસેવકો શોભાના ગાઠીયા સમ્માન

04-Feb-2022

મળતી માહિતી મુજબ મહુવા વૉર્ડ નં - 2 માં લગભગ મોટાભાગની વસ્તી લઘુમતી સમાજની છે. જ્યારે વસ્તી મુજબ લઘુમતી સમાજના ધાર્મિક સ્થળો અને કબ્રસ્તાન પણ હોય અને ત્યાં દિવસો નહીં..મહિનાઓ નહીં..વર્ષોથી ગટરના પાણી ઉભરાતા હોય ત્યારે તેજ વોર્ડના ચૂંટાયેલા નગરસેવકો શોભાના ગાઠીયા સમ્માન સાબિત થઈ રહ્યા છે. જો કે જોવા જેવી વાત ઇ પણ છે.કે લઘુમતી વિસ્તારમાં વિકાસ કાર્ય માટે આજદિન સુધી ચૂંટાયેલા સભ્યોને કઈ લેવાદેવા નથી માત્ર પોતાના વોર્ડમાં માન મોભા માટે ચુંટણી લડી રહ્યા છે. પ્રજાના પ્રશ્નો માટે એકપણ નગરસેવક પાલિકામાં હાજરી આપતા જ નથી.તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. તેમાં કોઈ નવાઈ ની વાત નથી. જ્યારે વારંવાર અને વર્ષોથી વોર્ડ નં - 2 ધાર્મિક સ્થળ એવા કબ્રસ્તાનના મુખ્ય દરવાજા સામેં ગટરોના ગંદા પાણી ઉભરાતા હોય ત્યારે ત્યાના લોકો પીડાઈ ને આજે મહુવા વોર્ડ નં - 1 108 ની છબી ધરાવતા અને દરેક વોર્ડને પોતાનો વોર્ડ સમજી લોકહિતના કાર્ય કરતા મંગાભાઈ ચૌહાણને જાણ થતાં તાત્કાલિક ધોરણે ત્યાંના આગેવાનો ને સાથે રાખી યુદ્ધના ધોરણે આવા વર્ષો જુના પ્રશ્ને રાતોરાત ખડે પગે રહી ત્યાંના લોકોની હાલાકી હળવી કરવાના પ્રયાસો કરતા નઝરે પડે છે. અને આ વર્ષો જુના કામને અંજામ આપવા માટે વોર્ડ નં - 2 ના આગેવાનો જેમાં ઉમરભાઈ હાજી ઇસાભાઈ, આસિફભાઈ લાઈન, મુસાભાઈ શેખ પ્રમૂખ ખાટકી જમાત,અને કોંગ્રેસના અગ્રણી સૈયદ સાલેહબાપૂ તેમજ મહુવા નગરપાલિકાના પુર્વ પ્રમુખ રમેશભાઈ મકવાણા વિગેરે આગેવાનોએ ખુબ જહેમત ઉઠાવી કામગીરી કરી હતી. ત્યારે વોર્ડ નં -2 ના સ્થાનિક લોકોએ હાશકારો લીધો અને માત્ર માન મોભાથી ચુંટાયેલા નગરસેવકોની બેદરકારી આવતી ચૂંટણીમાં નહીં ચલાવશું અને લોકહિતના કાર્ય કરે તેવા જ પ્રતિનિધિને ચુંટી લાવશું તેવું સ્થાનિક લોકોમાં ચર્ચાઇ રહ્યું હતું. અને વોર્ડ નં - 1 ના લોકપ્રિય નગરસેવક મંગાભાઈ ચૌહાણ તથા પાલિકાના પૂર્વ પ્રમુખ રમેશભાઈ મકવાણા નો આભાર વ્યક્ત કર્યો હતો.

એહવાલ:આરીફ કલાણીયા મહુવા

Author : Gujaratenews