સુરતમાં કોરોનાનો ફૂંફાડો: આગામી લહેરમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ હશે સંક્રમિત, નવા ૨૨૫ કેસમાં ૨૮ વિદ્યાર્થી, ૭ શિક્ષક, ૨૨ વેપારી, પાંચ ડોકટર
04-Jan-2022
સુરત બીઆરટીએસ બસ સ્ટેન્ડની તસવીર.
SURAT : સુરતમાં સોમવારે સિટીમાં અઠવામાં ૮૬ અને રાંદેર ઝોનમાં ૩૫, વરાછા એમાં ૩૪ સહિત ૨૧૩ અને જીલ્લામાં ૧૨ દર્દી મળી કુલ ૨૨૫ કેસ નોંધાયા છે. જયારે ૨૫ દર્દીને રજા આપવામાં આવી છે. સિટીમાં સોમવારે સૌસુરતમાંથી વધુ અઠવામાં ૮૬, રાંદેરમાં ૩૫,વરાછા એમાં ૩૪, સેન્ટ્રલમાં ૧૦,વરાછા બીમાં ૭, કતારગામમાં ૧૫, લિંબાયતમાં ૯ અને ઉધનામાં ઝોનમાં ૧૭ કેસ છે. જેમાં ૪ થી ૧૩ વર્ષના ૧૪ બાળકો ઝપેટમાં આવ્યા બાળકોના ડોકટર સહિત પાંચ ડોકટરો, ડાયમંડ બિઝનેસમેન, ટેકસટાઇલ બિઝનેસમેન સહિત ૨૨ ધંધાથી, પાલિકાના કર્મચારી, એસ.એસ.આઇ, પ્રોફેસર, આસીસ્ટન્ટ પ્રોફેસર, રેસ્ટોરન્ટ સાથે સંકળાયેલા ૩, ડિસ્ટ્રીકટ મેનેજર, સી.એ, બિલ્ડર સહિતનો સમાવેશ થાય છે.
સુધીમાં સિટીમાં કુલ કેસ ૧૧૨૯૬૦ છે, જેમાં ૧૬૩૦ મોતને ભેટયા છે. જયારે જીલ્લામાં નવા ૧૨ સાથે કુલ ૩૨,૩૦૫ કેસ પૈકી કુલ ૪૮૮નાં મોત થયા છે. સિટી અને જીલ્લામાં મળીને કુલ ૧૪૫,૨૬૫ કેસ છે. જેમાં કુલ મૃત્યુઆંક ૨૧૧૮ છે. સિટીમાં ૧૭ સાથે ૧૧૦,૩૯૧ અને ગ્રામ્યમાં ૮ સાથે ૩૧,૭૪૯ મળીને કુલ ૧૪૨,૧૪૦ દર્દીઓ સાજા થયા છે. કોરોનામાં ગંભીર હાલતના સ્મીમેરમાં એક દર્દી સારવાર હેઠળ છે.
મહિના પહેલા યુએઇથી આવેલી મહિલાને ઓમિકોનઃ સુરતમાં કેસની સંખ્યા ૧૮ થઈ
સુરતના સેન્ટ્રલ ઝોનમાં રહેતી એક મહિલા જેઓ એક મહિના પહેલાં યુએઇથી આવ્યા હતા. તેઓ ૧૯ ડિસેમ્બરના રોજ પરત જવાના હોવાથી તેઓએ અમદાવાદ એરપોર્ટ ખાતે ટેસ્ટીંગ કરાવ્યું હતું તેઓનો સેમ્પલ પોઝીટીવ આવ્યો હતો. તેના જીનોમ સિકવન્સીંગ બાદ રિપોર્ટ ઓમિક્રોન પોઝિટિવ આવ્યો છે. મહિલાએ હોમ આઈસોલેશન થઈને સારવાર લીધી હતી.વેક્સીનના બન્ને ડીઝ લીધા છે અને કોઈ તકલીફ નથી. મહિલાના કોન્ટેક્ટ ટેસીંગ કરીને ૩૧ લોકોના ટેસ્ટ કરવામા આવ્યા હતા જેમાં કોઈ વ્યક્તિ પોઝીટીવ આવ્યું નથી. શહેરમાં ઓમિક્રોનના કેસની સંખ્યા ૧૮ થઇ છે. ૧૩ સાજા થયા છે. સૌથી વધુ અઠવા ઝોનમાં ૮ કેસ નોંધાયા છે. આજે નવા ૨૧૩ કેસમાં દુબઇ અને બ્રાઝીલની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતા પોઝિટિવ બે વ્યક્તિના સેમ્પલ વધુ ટેસ્ટ માટે મોકલાયા છે.
સુરત માટે આગામી ૪૫ દિવસ મહત્વનાઃ કાળજી ન રખાય તો ગંભીર દર્દીઓ વધશે
સુરતમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના કેસ રોકેટ ગતીએ આગળ વધી રહ્યાં છે તેમાં પણ આગામી ૪૫ દિવસ સુરત માટે ઘણાં જ મહત્વના બની રહે છે. સુરતીઓ પુરતી કાળજી નહી રાખે તો બીજી લહેરની જેમ ગંભીર દર્દીઓની સંખ્યા વધી શકે છે. ઓમિક્રોન માઈલ્ડ લક્ષણનું લોકો માની રહ્યાં છે પરંતુ તકેદારી ન રખાય તો મુશ્કેલી વધી શકે.
મુંબઇની બધી જ સ્કૂલો એક મહિના માટે બંધ
ઓમિક્રોનની ચિંતાઃ દિલ્હી, હરિયાણા, સહિતના ૭ રાજ્યોમાં સ્કૂલ-કોલેજ બંધ
નવી દિલ્હી: રાજ્યોમાં સ્કૂલ અને કોલેજ ફરીથી બંધ થઈ ગઈ છે. તેની સાથે કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનના ઝડપથી વધી રહેલા બીજા પણ કેટલાક રાજ્યો બંધ કરવા અંગે વિચાર કરી રહ્યા છે. વધતા કેસોના લીધે બધા રાજ્યોએ ફરીથી પ્રતિબંધો લગાવવાના શરૂ છે. આમ જે રાજ્યોમાં સો ટકા સ્કૂલ ફૂલ હતી હવે તે પણ સ્કૂલોને બંધ કરી રહ્યા છે. દિલ્હી, હરિયાણા અને રાજસ્થાન સહિતના ઘણા કરી રહ્યા છે.
કોરોનાના નવા વેરિયન્ટના લીધે હરિયાણા સરકારના આદેશ મુજબ સ્કૂલ, કોલેજ, પોલિટેકનિક, આઇટી, કોચિંગ સંસ્થા, લાઇબ્રેરી અને સંસ્થાઓ, આંગણવાડી કેન્દ્ર અને શિશુગૃહ બંધ રહેશે. હરિયાણાની સ્કૂલો અને કોલેજોમાં ૧૨ જાન્યુઆરી પછી ઓફલાઇન ક્લાસ શરૂ થઈ શકે છે.મિલનાડુએ પહેલાથી આઠમી ધોરણ પાંચમા ધોરણની સ્કૂલો ખોલવાનો સુધીની બધી લો 30 જાન્યુઆરી સુધી રાખવાના આદેશ જયારે નવથી બારના ક્લાસ કોરોનાના ચુસ્ત પ્રોટોકોલ હેઠળ ચાલશે.આ ઉપરાંત ઓડિશા સરકારે જણાવ્યું હતું કે તે ત્રણ જાન્યુઆરીથી પહેલીથી પાંચમા ધોરણની સ્કૂલો લઈ ખોલવાનો આદેશ પરત લઇ રહી છે.
૨૮ વિદ્યાથીને કોરોના થતા ૮ સ્કૂલ આખી, અન્ય ૮ સ્કૂલના ક્લાસ બંધ કરાવાયા
સુરતમા કોરોનાના કેસમા ભારે ઉછાળો આવ્યો છે તેમાં અઠવા ઝોનમાં વેસુ વિસ્તારમા આવેલા રત્નજ્યોત એપાર્ટમેન્ટમાં એક જ ઘરમાં ચાર વ્યક્તિઓ પોઝીટીવ આવતાં આ વિસ્તારને ક્લસ્ટર જાહેર કરીને જાહેર કરાયો છે. ઉપરાંત આજે શહેરની જુદી જુદી સ્કુલના ૨૮ વિદ્યાર્થીઓ પોઝીટીવ આવ્યા છે તેમાં એલ.પી. સવાણી (પાલ), સુમન સ્કુલ ડિોલી, ડીપીએસ સ્કુલના બે વિદ્યાર્થી, પાંડેસરા પ્રાથમિક સ્કુલ, એલ.પી.ડી. સ્કુલ પુણાના ત્રણ વિદ્યાર્થી, તાપ્તીવેલ સ્કુલના વિદ્યાર્થી, મહેશ્વરી વિદ્યાલયના ત્રણ વિદ્યાર્થી, ભુલકા ભવન, ફાઉન્ટન હેડ, પીપી સવાણી કાપોદ્રા ના બે વિદ્યાર્થી, તક્ષશિલા સ્કુલ, ગુરૂકૃપા સ્કુલ ઉધના, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સ્કુલ વસ્તાદેવડી રોડ, સેવન્થ ડે સ્કુલ સ્કુલ- કોલેજમાં કેસ નોંધાયા છે. જેવીજે સ્કુલ- કોલેજમાં વિદ્યાર્થીઓ પોઝીટીવ આવ્યા છે તે પૈકી એલ.પી. સવાણી પાલ, સુમન સ્કુલ ડિંડોલી, પાંડેસરા પ્રાથમિક શાળા, એલ.પી.ડી. સ્કુલ પુણા, તાપ્તીવેલી સ્કુલ, ફાઉન્ટેન હેડ, તક્ષશિલા સ્કુલ, ગુરૂ કૃપા સ્કુલ ઉધનાને બંધ કરાવી દેવામાં આવી છે. જ્યારે ભુલકા ભવન, પીપી સવાણી કાપોદ્રા, વસ્તા દેવડી રોડ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા, સેવન્થ ડે સ્કુલ, જીડી ગોર્યન્કા સ્કુલ, ડીપીએસ સ્કુલ, મહેશ્વરી વિદ્યાલય, જીવન ભારતી જેવી સ્કુલના ક્લાસ બંધ કરાવવામાં આવ્યા છે.
આ ઉપરાંત જે વિદ્યાર્થીઓ પોઝીટીવ આવ્યા છે તેના સંપર્કમાં આવનારા ૨૬૯ જટેલા વિદ્યાર્થીના કોન્ટેક્ટ ટ્રેસ કરીને સેમ્પલ લેવામા આવ્યા છે.
05-Mar-2025