નવી દિલ્હી : આવતા મહિનાથી એટલે કે વર્ષ 2022થી ATMમાંથી રોકડ ઉપાડવી મોંઘી થઈ જશે. ગ્રાહકે ATMમાંથી નિર્ધારિત મર્યાદા કરતાં વધુ પૈસા ઉપાડ્યા પછી બેંકો ચાર્જ વસૂલી શકે છે. RBIની માર્ગદર્શિકા મુજબ, એક્સિસ બેંક (AXIS Bank) અથવા અન્ય બેંકના ATMમાં મફત મર્યાદાથી વધુ નાણાકીય વ્યવહારો પર રૂ. 21 વત્તા GST લાગશે. આ સુધારેલા દરો 1 જાન્યુઆરી,2022થી લાગુ થશે. આવતા મહિનેથી જો ગ્રાહકો ફ્રી ટ્રાન્ઝેક્શનની માસિક મર્યાદાને વટાવશે તો તેમણે 20 રૂપિયાને બદલે 21 રૂપિયા પ્રતિ ટ્રાન્ઝેક્શન ચૂકવવા પડશે. RBIએ કહ્યું હતું કે વધારે ઇન્ટરચેન્જ ચાર્જ અને સામાન્ય ખર્ચમાં વધારાને કારણે તેણે ટ્રાન્ઝેક્શન પર ચાર્જ વધારીને 21 રૂપિયા કરવાની મંજૂરી આપી છે.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
03-Dec-2024