ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાશે : મતદાન 1 & 5 ડિસેમ્બરના રોજ થશે: મત ગણતરી આઠમી ડિસેમ્બરે યોજાશે આજથી જ ગુજરાતમાં આચાર સહિતા અમલી

03-Nov-2022

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. ચૂંટણી પંચે ગુરુવારે ગુજરાતની ચૂંટણીની તારીખો જાહેર કરી છે. પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરે અને બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે થશે. આ પછી 8 ડિસેમ્બરે ચૂંટણીનું પરિણામ આવશે. હિમાચલ પ્રદેશના ચૂંટણી પરિણામો પણ એ જ દિવસે જાહેર થવાના છે, જ્યાં 12 નવેમ્બરે એક જ રાઉન્ડમાં મતદાન થવાનું છે.

ગુજરાતની ચૂંટણીમાં 2007થી ડિસેમ્બરમાં ચૂંટણી થાય છે અને બે રાઉન્ડમાં મતદાન કરવાની પરંપરા છે. ચૂંટણીની જાહેરાત સાથે જ ગુજરાતમાં જાહેરનામું અમલમાં આવી ગયું છે. ઉમેદવારો 14 નવેમ્બર સુધી ઉમેદવારી નોંધાવી શકશે અને નામાંકન પરત ખેંચવાની છેલ્લી તારીખ 17 નવેમ્બર છે.

Author : Gujaratenews