SURAT : 'સરદારધામ યુવા તેજ' ટીમ દ્વારા લેવાયું એક સરાહનીય કદમ, ગૃહિણીઓથી લઈને બિઝનેસમેનો શીખ્યા અંગ્રેજીના "આલ્ફાબેટ"
03-Sep-2021
આજના ડીજીટલ, હરીફાઇ યુક્ત કોમ્પ્યુટરનાં યુગમાં બિઝનેસમેનોને પડતી મુશ્કેલીઓને જાણી અને તેને આસાન કરવાના ભાગરૂપે અંગ્રેજી શીખવવા માટે તપસ્વી એજ્યુકેશનનાં સંચાલક આશિષભાઈ વઘાસીયાનાં સહયોગથી 'સરદારધામ'ની ઓફીસ, કતારગામ ખાતે નાઈટ ક્લાસ ચાલુ કર્યા હતાં, જેમાં ઓછું ભણેલા કે અંગ્રેજી પર ઓછું પ્રભુત્વ ધરાવતા ઉંમર બિઝનેસમેનો અને ગ્રુહિણીઓ જોડાયા હતા, આલ્ફાબેટ Aથી ચાલુ કરીને વ્યાકરણ તેમજ બિઝનેસમાં અને વ્યવહારીક રીતે ઉપયોગમાં આવતા અંગ્રેજી લેંગ્વેજનાં દરેક સ્ટેપને સરળ રીતથી શીખવાડ્યા હતા. આ પ્રથમ બેચ ૩૦ દિવસના કોર્સનાં અંતે દરેક મેમ્બરને ઇંગ્લીશ પરનો હાઉ દૂર થયો હતો અને એક નવા આત્મવિશ્વાસનો ઉમેરો થયો હતો. આવી સરાહનીય પહેલ 'સરદારધામ યુવા તેજ' ટીમનાં સુરત શહેર કન્વિનરો દ્વારા લેવાયેલું પ્રથમ કદમ હતું જે ખુબજ સફળ રહ્યું. આવી રીતે 'સરદારધામ યુવા તેજ-તેજસ્વિની' ટીમ દ્વારા અગામી પ્રયાસો પાટીદાર યુવાનોમાં સાયબર સિકયુરીટી, સાઇબર ક્રાઇમ વિશે જાગ્રુતી આવે તે માટેનાં હશે તેમજ સફળ ઉદ્યોગપતી થવા માટે અતિ મહત્વનું પાસુ એટલે પબ્લીક સ્પીકીંગ વિશે પણ સમયાંતરે વર્કશોપનાં આયોજનો કરવામાં આવશે. નવયુવાનો માટે જાણીતા મોટીવેશનલ વક્તાઓ દ્વારા શૈક્ષણિક, આર્થીક કે સામાજીક સ્તર પર સમયની સાથે દકમથી કદમ મિલાવીને ચાલી શકે તેવાં પ્રયાસો થકી સરદાર સાહેબનું સ્વપ્ન 'સ્વનિર્માણ થી સમાજ નિર્માણ અને સમાજ નિર્માણથી રાષ્ટ્રનિર્માણ'ને સાકાર કરવાનાં નમ્ર પ્રયાસો કરશે.
આજ ક્લાસના છેલ્લાં દિવસે આશિષભાઈ વધાસીયાનું સમાજ પ્રત્યે એમને આપેલા અમુલ્ય યોગદાન બદલ મોમેન્ટો આપીને 'સરદારધામ યુવા તેજ' સુરતનાં કન્વિનરો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.
20-Aug-2024