કેરલાના દરિયાકાંઠાથી દૂર MSC ELSA-3 નામના એક લાઈબિરીયાનો ધ્વજ ધરાવતું કારગો જહાજ ડૂબી ગયું હતું. તેમાં જોખમી ગણાતી સામગ્રી સહિતના ૬૪૦ કન્ટેઈનર્સ હતા. સદ્ભાગ્યે ભારતીય તટરક્ષક દળ અને એક નૌસેના જહાજ દ્વારા તમામ ચાલકગણના સભ્યોને તો બચાવી લેવાયા હતા. જો કે, તેને પગલે તત્કાળ કામગીરી કરવી પડે એ સ્તરે દરિયામાં ઓઈલ ઢોળાઈ ગયું હોવાનું અનુમાન છે. આવી ઘટનાઓ કુદરતી આપત્તિ, માનવભૂલ કે પછી ક્યારેક સાધનોની ખામીને પગલે બનતી હોય છે. તેનાથી દરિયાઈ જળસૃષ્ટિને પણ મોટું જોખમ ઊભું થઈ શકે છે. ઓઈલ ઢોળાતાં જળસપાટી પર બનેલા સ્તરથી સૂર્યના કિરણો અવરોધાય છે, જે જલજ વનસ્પતિ-પ્રાણીના જીવનને માટે જોખમી બને છે.
Related Articles
ઓમિક્રોન વાઈરસની સંક્રમણ ક્ષમતા ...
03-Jun-2025
12-Jun-2025