ભારતમાં NB.૧.૮.૧ નામનો કોવિડ-૧૯નો નવો વેરીઅન્ટ ભારતમાં ઓળખાયો છે. આ વેરીઅન્ટ ઓમિક્રોન લિનિએજ JN.૧ માંથી ઉતરી આવ્યો છે અને તેની સંક્રમણ ક્ષમતા પણ વધારે છે. વિશ્વ આરોગ્ય સંસ્થા WHOએ તેને વેરીઅન્ટ અંડર મોનિટરીંગ યાને VUM કેટેગરીમાં મૂક્યો છે. એનો અર્થ એ છે કે, તેમાંથી બનતા નવા પ્રકારના વાઈરસ પર નજર રાખવાની જરૂર છે. જો કે, હાલમાં તેને ખાસ ચેતવણી તરીકે જોવાયો નથી. NB.૧.૮.૧ વાઈરસ XDV.૧.૫.૧માંથી રૂપાંતર પામીને તેના વારસ તરીકે ઉતરી આવ્યો છે. તેના સૌથી વહેલા સેમ્પલ્સ જાન્યુઆરી ૨૨, ૨૦૨૫માં જોવાયા હતા. આ વેરીઅન્ટમાં તેના છ કંટકો સાથેના પ્રોટીનવાળા વાઈરસ LP૮.૧નો સમાવેશ થાય છે.
Author : Gujaratenews
Related Articles
કેરલા પાસે જહાજમાંથી ઓઈલ લીક...
03-Jun-2025
12-Jun-2025