તાજેતરના સર્વેમાં પીએમ મોદીને પુખ્ત વસ્તીમાં ૭૮ ટકા એપુવલ રેટિંગ મળ્યું છે, જે સૌથી વધુ છે : મેક્સિકોના રાષ્ટ્રપતિ લોપેઝ ઓબ્રાડોરને પીએમ મોદી પછી બીજું સ્થાન મળ્યું છે :
અમેરિકાની પ્રખ્યાત સર્વે એજન્સીના તાજેતરના સર્વેમાં PM મોદીને ૨૨ દેશોના નેતાઓમાં પ્રથમ સ્થાન મળ્યું છે
એટલું જ નહીં સપ્ટેમ્બર ૨૦૨૧ પછી પીએમ મોદીની લોકપ્રિયતા સતત વધી રહી છે. વિશ્વની સૌથી મોટી લોકશાહી દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ લોકપ્રિયતાના મામલે ૨૨ દેશોના દિગ્ગજ નેતાઓને પાછળ છોડી દીધા છે. તાજેતરના સર્વેમાં પીએમ મોદીને પુખ્ત વસ્તીમાં ૭૮ ટકા એ-ુવલ રેટિંગ મળ્યું છે. મેક્સિકોના રાષ્ટ્રપતિ લોપેઝ ઓબ્રાડોરને પીએમ મોદી પછી બીજું સ્થાન મળ્યું છે. ૬૮ ટકા પુખ્ત વયના લોકોએ તેમને તેમની -થમ પસંદગી જણાવી. આ યાદીમાં સ્વિત્ઝરલેન્ડના રાષ્ટ્રપતિ એલેન બેર્સેટ ત્રીજા નંબરે છે. તેને ૬૨ ટકા એપ્રુવલ રેટિંગ મળ્યું છે. સર્વેમાં કહેવામાં આવ્યું છે કે સપ્ટેમ્બર ૨૦૨૧ પછી પીએમ મોદીની લોકપ્રિયતા સતત વધી રહી છે.
યુએસ સ્થિત વૈશ્વિક સર્વેક્ષણ કંપની ર્મોનિંગ કન્સલ્ટ અનુસાર, ઓસ્ટ્રેલિયાના પીએમ એન્થોની અલ્બેનીઝ ૫૮ ટકા રેટિંગ સાથે આ યાદીમાં ચોથા અને બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુલા ડી સિલ્વા ૫૦ ટકા રેટિંગ સાથે પાંચમા સ્થાને છે. આ રીતે સુપરપાવર અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેન, બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનક, ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન ટોપ ૫ નેતાઓની યાદીમાંથી બહાર છે. ટ્રમ્પના આકરા પડકાર વચ્ચે, બિડેનને માત્ર ૪૦ ટકા એપ્રુવલ રેટિંગ મળ્યું છે. લોક-યિ નેતાઓની યાદીમાં બિડેન સાતમા નંબરે છે.
કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોને ૯મું સ્થાન મળ્યું છે. તેને ૪૦ ટકા એપ્રુવલ રેટિંગ મળ્યું છે. ઋષિ સુનકને માત્ર ૩૦ ટકા રેટિંગ મળ્યું છે જે ચૂંટણી પહેલા તેમના માટે મોટો ફટકો છે. સૌથી લોકપ્રિય નેતાઓની યાદીમાં સૌથી નીચે નોર્વેના નેતા જોનાસ ગહર સ્ટોરર ૨૨મા સ્થાને છે. તેને માત્ર ૨૧ ટકા રેટિંગથી સંતોષ માનવો પડ્યો હતો. સર્વે મુજબ સપ્ટેમ્બર ૨૦૨૧ પછી પીએમ મોદીની લોક-યિતા સતત વધી રહી છે. મે ૨૦૨૧માં પીએમ મોદીની લોકપ્રિયતા ૬૩ ટકા પર પહોંચી ગઈ હતી. આ પછી તેના ચાહકોની સંખ્યા સતત વધી રહી છે.
25-Jun-2025