સુરતના સિટીલાઈટમાં રાતના અંધારામાં બે વર્ષની બાળકીને ડમ્પર ચાલકે મગદલ્લા લઈ જઈ બળાત્કાર કરતાં પ્રાઇવેટ પાર્ટ ચિરાઈ ગયો

02-Nov-2022

પોલીસ પેટ્રોલિંગ ટીમ દ્વારા સમયસરની કાર્યવાહીથી બાળકીનો જીવ બચી ગયો અને જ્યાંથી તેણીનું અપહરણ થયું હતું ત્યાંથી લગભગ છ કિલોમીટર દૂર આરોપીને ઝડપી લેવામાં આવ્યો હતો.

નરાધમ ડ્રાઈવરે માસુમ સાથે ટ્રકની કેબિનમાં કર્યું ગંદુ કામ

સુરત: સિટીલાઇટ રોડ પર મધરાતે બે વાગ્યે અણુવ્રત દ્વાર ફ્લાય ઓવર બ્રિજ નીચે રહેતા શ્રમિક પરિવારની ૨ વર્ષની માસુમ બાળકીનું એક હવસભૂખ્યા ડમ્પર ચાલકે અપહરણ કરી ડમ્પરમાં લઈ જઈ બળાત્કાર ગુજાર્યાની ચોંકાવનારી ઘટના બની હતી. પોલીસે ગણતરીની મિનીટોમાં અપહરણકાર સુધી પહોંચી તે પહેલા નરાધમ ચાલકે આ બાળકીના કપડા ઉતારી પીંખી નાંખી હતી. 

શહેરના સિટીલાઇટ રોડ અણુવ્રત દ્વારના બ્રિજ નીચે રહેતું દંપતી તેના સાત સંતાનો સાથે ભરનિંદ્રામાં હતું. દરમિયાનમાં રાતે ૨ વાગ્યા આસપાસ ત્યાંથી પસાર થઇ રહેલા એક ડમ્પર ચાલકે માતા-પિતા સાથે સુતેલી ૨ વર્ષની માસુમ બિના (નામ બદલ્યું છે)નું અપહરણ કર્યું હતુ. આ અરસામાં જ બિનાની ૪ વર્ષની મોટી બહેન જાગી જતા તેણે બુમ પાડી હતી. બુમાબુમ સાંભળી માતા-પિતા પણ જાગી ગયા હતા. જોકે ડમ્પર ચાલક ભાગી ગયો હતો. તેની તરફ ઇશારો કરી બિનાને ઉંચકી ગયો હોવાનું જણાવ્યું હતું. માતા-પિતા ડમ્પર તરફ દોટ લગાવી પરંતુ ચાલક ડમ્પર પુરઝડપે મગદલ્લા તરફ ભાગી ગયો હતો. વ્હાલસોયી દીકરીને બચાવવા માતા-પિતાએ રાહદારીઓની મદદ માંગી હતી પરંતુ રાતનો સમય હોવાથી કોઇએ મદદ કરી ન હતી. જોકે, માત્ર પાંચ મિનીટમાં જ ઉમરા પોલીસ સ્ટેશનની પીસીઆર વાન ત્યાંથી પેટ્રોલીંગમાં પસાર થતા હાથ ઉંચો કરી મદદ માંગી હતી.પીસીઆરના ઇન્ચાર્જ હે.કો. સુમિત્રા જયદેવ પટેલે ઘટનાને ગંભીરતાથી લઇ તુરંત જ માતા-પિતાને વાનમાં બેસાડી ડમ્પરની શોધખોળ શરૂ કરી હતી અને પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરી હતી. ડુમસ રોડ વાય જંક્શન સુધી તપાસ કરવા છતાં ડમ્પર નજરે પડયું ન હતું પરંતુ સચિન હાઇવે તરફ જઇ રહ્યા હતા ત્યારે વીઆઇપી રોડના નાકા પર ગેઇલ કોલોની નજીક ડમ્પર નજરે પડતા ત્યાં જઇ તપાસ કરી હતી. તપાસમાં બિના ડમ્પરના પાછળના ભાગેથી લોહી લુહાણ હાલતમાં મળી આવી હતી અને ચાલકને પણ શોધી કાઢયો હતો. પણ માસુમના બદનસીબે પોલીસ અને પરિજનો પહોંચે તે પહેલા નરાધમ ડમ્પર ચાલકે માસુમ બાળકીને હવસનો શિકાર બનાવી હતી. ડમ્પર ચાલક શુભદીપ બાલિશન રાય (ઉ.વ.૨૫ રહે. ધનોરીરાય, જિ. દેવરીયા, યુ.પી) ને પકડીને વેસુ પોલીસને હવાલે કર્યો હતો. પોલીસે હવસખોર નરાધમ શુભદીપ વિરૂધ્ધ અપહરણ-દુષ્કર્મનો ગુનો નોંધી અટકાયત કરી છે. પોલીસે બાળકીને ઝડપથી ન્યાય મળે તે માટે ગણતરીના દિવસોમાં જ ચાર્જશીટ રજૂ કરી ફાસ્ટટ્રેક કોર્ટમાં કેસ ચલાવવા અપીલ કરવાની પણ તૈયારી હાથ ધરી છે.

બાળકીના ગુપ્તાંગમાં ગંભીર ઇજા હોય સર્જરી કરાઇ 

બે વર્ષની બિનાનું અપહરણ કરી ડમ્પર ચાલક ભાગી ગયો હતો અને ગણતરીની મિનીટોમાં જ માસુમને પોતાની હવસનો શિકાર બનાવી હતી. નરાધમ શુભદીપના જધન્ય કૃત્યને પગલે બબીતાને ગુપ્તાંગ ચિરાતા ગંભીર ઇજા થઇ હતી અને તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. જયાં તબીબોએ માસુમની સર્જરી કરવાની ફરજ પડી હતી.

 

Author : Gujaratenews