સુરતની સિંધી હેલ્પીંગ હેન્ડ સંસ્થા ચાઈલ્ડ અવેરનેસ પ્રોગ્રામ અંતર્ગત ગુડ ટચ બેડ ટચના પાઠ ભણાવશે

02-Oct-2021

સુરત પોલીસની સાથે શહેરની સેવાભાવી સંસ્થા સિંધી હેલ્પીંગ હેન્ડએ પણ ગુડ ટચ બેડ ટચ પર ભાર મૂકી નવી પહેલ કરી છે.  શાળા-કોલેજો, બસ, ઓફિસ, ઘર અને અન્ય જાહેર સ્થળો પર દીકરીઓ અને મહિલાઓ કયારેક શારીરિક – માનસિક ત્રાસના ભોગ બનતાં હોય છે. આ સમયે કુમળી વયની દીકરીઓ કોઇ પણ શારીરિક અને માનસિક ત્રાસના ભોગ ન બને તેમજ કેમ કરીને પોતાની જાતની સ્વયંમૂ રક્ષા કરી શકે તે ખૂબ જરૂરી છે. તે ઉપરાંત આવા પ્રકારના બનાવનો ભોગ ન બને તે માટે શું તકેદારી રાખવી, આવી ઘટના બને તો કોને જાણ કરવી જેવી બાબતોની સમજ આપવા માટે સમગ્ર સુુરતની યુવતીઓ, મહિલાઓ અનેે બાળકો માટે "ચિલ્ડ્રન છે દોસ્તી'' નામના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સુરતની ચાઈલ્ડ લાઈન ટીમ, સિંધી હેલ્પીંગ હેન્ડ દ્વારા ત્રણ ઓક્ટોબરે રવિવારે સવારે 11:00થી સુરતના રાંદેરના રામનગરમાં સિંધી સમાજ ભવન, અમરાપુર એસી હોલ, સિંધુવાડી બીજે માળેે આયોજન કરવામાં આવ્યું છે. જેમાં બાળકોને હળવી શૈલીમાં ગુડ ટચ-બેડ ટચના મુદ્દા પર સમજુતિ અપાશે. જેમાં માતા-પિતા સાથે બાળકોને જાહેર નિમંત્રણ પાઠવાયું છે.

Author : Gujaratenews