સાબરડેરી દ્વારા દૂધ મંડળીઓ પર સ્વચ્છતા અભિયાન અંતર્ગત કાર્યક્રમો યોજાયા

02-Oct-2021

અરવલ્લી :સાબર ડેરી અને ગુજરાત કો ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના સંયુક્ત ઉપક્રમે દર વર્ષે ૨ જી ઓક્ટોબર ગાંધી જયંતિ નિમિત્તે તમામ દૂધ મંડળીઓ ખાતે સ્વચ્છતા દિવસ "રેડ ટેગ ડે" ની ઉજવણી કરવામાં આવી રહી છે તે મુજબ આજે કરણ પુર, વગડી અને જવાન પુરા દૂધ મંડળી ખાતે સાબર ડેરી નિયામક મંડળના સદસ્ય વિપુલ ભાઈ પટેલ, સંઘના અધિકારીઓ, મંડળીના વ્ય. કમિટી સભ્યો અને બહોળી સંખ્યામાં સભાસદ ની ઉપસ્થિતિમાં સ્વચ્છતા દિવસની ઉજવણી કરવામાં આવી સાથે સાથે મંડળી ઓ ની તથા ગ્રામ સફાઈ કરવામાં આવી, 

કાર્યક્રમ દરમિયાન કોરોનાથી મૃત્યુ પામેલ ત્રણે દૂધ મંડળીના મૃતક કર્મચારીઓના વારસદારને સાબર ડેરી તરફથી 50000 રૂપિયાના ચેકનું વિતરણ વિપુલ ભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું

Author : Gujaratenews