ગોત્રી પ્રકરણમાં ઘટસ્ફોટ : વાયરલ ફોટા પરથી ખૂલી રાજુ ભટ્ટની પોલ, પીડિતા સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય પણ કર્યું હતુ

02-Oct-2021

વડોદરા: બહુચર્ચિત ગોત્રી દુષ્કર્મ કેસમાં (Vadodara rape case) પકડાયેલા રાજુ ભટ્ટની (Raju Bhatt) ક્રાઇમ બ્રાન્ચ (crime branch investigation) પૂછપરછ કરી રહી છે. જેમા એકબાદ એક ખુલાસા થઇ રહ્યા છે. આ કેસમાં ગુનો નોંધાયા બાદ 8 દિવસ ફરાર રહેલા રાજુ ભટ્ટે મોબાઇલમાંથી ફોટો, વીડિયો સહિતનો તમામ ડેટા ડીલીટ કરી દીધાનું જાણવા મળ્યું છે. જોકે, પોલીસે ડિલીટ કરેલો ડેટા ફરીથી પાછો મેળવવા માટે રાજુ ભટ્ટના મોબાઇલ ફોનને એફએસએલમાં (Raju Bhatt Mobile at FSL) મોકલી દીધો છે. આ સાથે આધારભૂત સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, રાજુ ભટ્ટે પીડિતા યુવતી સાથે બે વાર સૃષ્ટિ વિરુદ્ધનું પણ કૃત્ય કર્યું હોવાનું જાણવા મળ્યું છે.

 

મોબાઇલમાંથી ડેટા થશે રિકવર

 

 

 

રાજુ ભટ્ટનો મોબાઇલ કબજે કરી તપાસ કરતા તેમાથી ડેટા ડિલીટ કરેલા જોવા મળ્યા હતા. જોકે, તેણે ફોનમાંથી કેવા કેવા ડેટા ડિલીટ કર્યા છે તે જાણવા માટે મોબાઇલને એએસએલમાં ડેટા રિકવરી માટે મોકલી દેવામાં આવ્યો છે. ડેટા રિકવરીની સાથે આ કેસમાં અનેક નવા ખુલાસા થઇ શકે તેમ પણ માનવામાં આવી રહ્યુ છે.

 

Advertisement

 

બે વાર સૃષ્ટિ વિરૃધ્ધનું કૃત્ય કર્યાની કબૂલાત

 

આ કેસમાં અન્ય ચોંકાવનારી માહિતી પણ સામે આવી રહી છે. રાજુ ભટ્ટના કેટલાક ફોટા વાયરલ થયા હતા. જે ફોટા તેને બતાવી પૂછપરછ કરાતાં રાજુ ભટ્ટ વ્યથિત થઇ ગયો હતો સાથે અનેક કબૂલાત પણ કરી લીધી હતી. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, રાજુ ભટ્ટે પીડિતા સાથે બે વાર સૃષ્ટિ વિરૃધ્ધનું કૃત્ય કર્યાની કબૂલાત પણ કરી છે. જે બાદ પોલીસે કોર્ટમાં રજૂ કરેલા રિપોર્ટમાં રાજુ ભટ્ટ સામે સૃષ્ટિ વિરૃધ્ધના કૃત્યની ઇપીકો કલમ 377નો ઉમેરો કર્યો છે. આ કલમ હેઠળ 10 વર્ષની સજાની પણ જોગવાઇ છે.

 

રાજુ ભટ્ટે આ પહેલા શું કબુલ્યુ હતુ?

 

મળતી માહિતી પ્રમાણે, રાજુ ભટ્ટે પોલીસની પૂછપરછમાં જણાવ્યું હતું કે, તેણે પીડિતા પર કોઇ દુષ્કર્મ કર્યું ન હતું. જે કાંઇ થયું તે પરસ્પર સહમતિથી થયું હતું. તેણે નિસર્ગ એપાર્ટમેન્ટના ફલેટમાં બે વાર સંબંધ બાંધ્યાની કબૂલાત કરી હતી. પોતે અશોક જૈનને પણ ઓળખતો ના હોવાનો તેણે પોલીસ સમક્ષ દાવો કર્યો હતો. આજવા રોડના મકાનમાં ગયો હતો કે કેમ તેની તપાસ પોલીસ કરી રહી છે.

 

અશોક જૈનની અગોતરા જામીનની સોમવારે સુનાવણી થશે

 

અશોક જૈને પોતાની સામેની ફરિયાદ ખોટી હોવાની રજૂઆત સાથે વડોદરા કોર્ટમાં આગોતરા જામીન અરજી મુકી હતી. જેની સુનાવણી બુધવારે હતી. ક્રાઇમ બ્રાન્ચે સોગંદનામુ રજૂ કરવા માટે કોર્ટ પાસે સમય માગતા આગોતરા જામીન અરજીની સુનવણી ચોથી ઓક્ટોબર સોમવાર ઉપર મોકુફ રહી છે. ક્રાઇમ બ્રાન્ચે અશોક જૈનને ભાગેડુ જાહેર કરીને તેની મિલકત જપ્તી માટે સીઆરપીસી એક્ટની સેક્શન 70 અંતર્ગત બિનજામીનપાત્ર વોરંટ કાઢવા માટે મંજૂરી માગી હતી. ત્યારે કોર્ટે ક્રાઇમ બ્રાન્ચના અધિકારીને પુછ્યુ હતુ કે, આગોતરા જામીન અરજી ઉપર હજુ સુનાવણી બાકી છે તો પછી સેક્શન 70 હેઠળ વોરંટ માટે કેમ મંજૂરી માગવામાં આવી રહી છે. કોર્ટનો આ સવાલ સાંભળીને ક્રાઇમ બ્રાંચને વોરંટ પાછુ ખેંચવાની ફરજ પડી હતી.

Author : Gujaratenews