તસવીર : ઉતરાણ શાલીગ્રામ સ્ટેટસમાં કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરતા યુવાનો અને સ્થાનિકો.
ઉત્સવ એટલે જ ઉમંગ, ઉત્સાહ અને ઉલ્લાસ ભગવાન શ્રીકૃષ્ણએ કહ્યું છે - જીવન એક ઉત્સવ છે. મહાકવિ કાલિદાસ કહે છે : 'ઉત્સવ પ્રિય: માનવા:’ અર્થાત સ્વભાવથી જ માણસ ઉત્સવ પ્રિય છે અને આપણે ત્યાં તો ઉત્સવ એ તહેવાર હોય છે જે માણસને ફ્રેશ કરી દે છે, એની પીડા-દુ:ખને હળવું કરે છે. ભારત સંસારની સૌથી પ્રાચીન સંસ્કૃતિ છે. આપણે ત્યાં ઉત્સવોની ઊણપ નથી. ભારત અને ઉત્સવનો એક ગાઢ નાતો છે. ભારતીય કેલેન્ડરમાં જેટલી તિથિઓ છે, એથી વધારે ઉત્સવ છે. આપણે ઉત્સવ પ્રિય લોકો છીએ. જીવનની નાની નાની ક્ષણોને પણ ઊજવવામાં આપણને આનંદ આવે છે. અને સોસાયટી તથા સમાજમાં જ્યારે ઉત્સવ ઉજવાય છે ત્યારે મહોત્સવ બની એકતાનું પ્રતિક બની જતું હોય છે, આવા જ મહોત્સવ માટે જાણીતી ઉત્રાણની શાલિગ્રામ સ્ટેટસ સોસાયટીમાં કૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવ ધામધૂમથી ઉજવાયો હતો, વધુ માહિતી આપતા પ્રમુખ અશ્વિનભાઈ અકબરીએ જણાવ્યું હતું કે સોસાયટીમાં દરેક પ્રસંગ ખુબ ઉલ્લાસપૂર્વક ઉજવાય છે જેમાં કૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવમાં સોસાયટી સભ્યોએ ઉમંગ અને ઉત્સાહથી ભાગ લીધો હતો સાથે યુવાનો દ્વારા ત્રણ મટકી ફોડી કાર્યક્રમ અંતે ભક્તજનોને પ્રસાદનું વિતરણ કરાયું હતું.
સમાચારો વાંચવા અહીં જોડાયેલા રહો
કોઈપણ સંસ્થાની પ્રેસનોટ આપવા માટે whatsapp/gmail કરો
gujaratenews@gmail.com
WhatsApp: 90812 88241
☝️☝️સુરતથી શરૂ થયેલા સૌથી મોટા ગ્રુપ સાથે જોડાવ
02 :
WhatsApp uttran
03 :
WhatsApp velanja
05 :
WhatsApp katargam
06 :
07:
WhatsApp puna
09:
WhatsApp amroli
23
WhatsApp pal
27
kamrej
29
WhatsApp Kim
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
29-Sep-2024