દુનિયાની મોટી મોટી બ્રાન્ડ અમુક વાર પોતાની અવનવી પ્રોડક્ટ્સને લઇને ચર્ચામાં રહે છે તો કેટલીક વાર તે ટ્રોલ પણ થઇ જાય છે. તેવામાં હાલ ન્યૂઝીલેન્ડની એક વેબસાઇટે ભારતીય ખાટલો એટલે કે ચારપાઇને વેચવા માટે મૂક્યા છે. વળી આ ખાટલાની કિંમત તેમણે 41000 નક્કી કરી છે.
આ પહેલી વાર નથી કે કોઇ વિદેશી બ્રાન્ડ ભારતીય સંસ્કૃતિ અને રહેણી કહેણી સાથે જોડાયેલી વસ્તુઓ વેચી રહી હોય. મોટેભાગે આ ભારતીય વસ્તુઓને તેઓ વિન્ટેજના નામે વેચીને સારા એવા પૈસા બનાવે છે. જણાવી દઇએ કે, 2019 માં બ્રિટનની એક બ્રાન્ડને વિન્ટેજ અને બોહો ડ્રેસીસ વેચવા બદલ આલોચનાનો ભોગ બનવુ પડ્યુ હતુ. આ ડ્રેસ એક સામાન્ય ભારતીય ડ્રેસ જેવો જ હતો જેને ભારી કિંમતમાં વેચવામાં આવી રહ્યો હતો.
Author : Gujaratenews
20-Aug-2024