માંડવી શેરુલ્લા રોડ પર ઉઠી ભ્રષ્ટાચારની ફરિયાદ, અલ્પેશ સોજીત્રાએ હાઇકોર્ટમાં જવાની તૈયારી કરી

01-Dec-2022

વ્યારા માર્ગ અને મકાન વિભાગ દ્વારા બનાવવામાં આવેલ આ રોડ 2019 ના અંત સુધી માં બનીને તૈયાર થઈ જવો જોઈતો હતો પરંતુ આજ સુધી તેનું રીપેરીંગ કામ જ ચાલુ છે એક જાગૃત નાગરિક દ્વારા વ્યારા માર્ગ અને મકાન વિભાગ ના અધિકારીઓ સાથે રૂબરૂ વાત કરતા ગોળ ગોળ જવાબ આપવાની કોશિશ કરી જવાબદારી માંથી છટકી રહ્યા હતા ત્યારબાદ આ બાબતે તેમને RTI દાખલ કરી છે તેમના દ્વારા પાડવામાં આવેલ ફોટોગ્રાફ થી સાફ દેખાઈ રહ્યું છે કે આ રસ્તા પર બનેલો બ્રિજ હજુ 3 વર્ષ થયાં તા સળિયા દેખાય એટલો તૂટી ગયો છે જો આ બ્રિજ પર કોઈ અલ્પેશ સોજીત્રાએ જણાવ્યું હતું કે, અનિચ્છનીય ઘટના બનશે તો જવાબદાર કોણ હશે આ રસ્તો બનાવવામાં ના મટીરીયલ માં પણ ખૂબ જ ભ્રષ્ટાચાર થયેલો હોવાના પુરાવા મળ્યા છે જેમાં રેતી જેવું મટીરીયલ અને હલકી ગુણવત્તા ની ફરિયાદ પણ છે તંત્ર હવે આ ભ્રષ્ટાચાર સામે ક્યારે પગલાં ભરશે તે જોવાનું રહ્યું.

Author : Gujaratenews