16 બેઠકો પર 47,45,980 મતદારો કુલ 168 ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે. આ વખતે 7,25,840 જેટલા નવા મતદારોનો ઉમેરો થયો

01-Dec-2022

વિધાનસભાની ચૂંટણીમાં 1 ડિસેમ્બરને ગુરુવારે પ્રથમ તબક્કાનું મતદાન યોજાશે. જેમાં શહેર જિલ્લાની 16 બેઠક પર 47 લાખ જેટલા મતદારો 168 ઉમેદવારોનું ભાવિ ઇવીએમમાં કેદ કરશે. મતદાન પૂર્વે મશીનોની ચકાસણી માટે પોલીંગ એજન્ટો સમક્ષ સવારે 7 વાગ્યાના અરસામાં મોકપોલ કરાશે. જોકે, લિંબાયતમાં 44 ઉમેદવાર હોય 6.45 વાગ્યે મોકપોલ થશે. સવારે 8 વાગ્યાથી મતદાન શરૂ થઈ સાંજે 5 વાગ્યે પૂર્ણ થશે. આ માટે 7578 બેલેટ યુનિટ, 6790 કંટ્રોલ યુનિટ અને 8384 વીવીપેટ સજ્જ કરાયા છે. મતદાન મથકો પર પોલિંગ સ્ટાફ, પોલીસ અને અર્ધસૈનિક દળને તૈનાત કરી દેવામાં આવ્યા છે. 16 બેઠકો પર 47,45,980 મતદારો કુલ 168 ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે. આ વખતે 7,25,840 જેટલા નવા મતદારોનો ઉમેરો થયો છે, જેમાં શહેરની 12 બેઠકના 6.06 લાખ છે.

Author : Gujaratenews