મોંઘવારીને લઈ ગુજરાતભરમાં 9 લાખથી પણ વધારે રિક્ષાચાલકો હડતાળ પર ઉતરશે

01-Nov-2021

મોંઘવારીએ માજા મુકી છે,  દિવસેને દિવસે મોંઘવારી સતત વધતી જઈ રહી છે. દરેક વસ્તુના ભાવ બમણા થઈ ગયા છે. છેલ્લા પાંચ વર્ષમાં જ મોંઘવારીનો ગ્રાફ સૌથી ઉપર છે. એવામાં રિક્ષા ચાલકો પણ હવે ભાડાંને લઈ આંદોલનના માર્ગે વળ્યાં છે. દિવાળી બાદ સમગ્ર રાજ્યમાંથી નવ લાખ રિક્ષાચાલકો હડતાળમાં જોડાશે. આગામી તારીખ 15 અને 16 નવેમ્બરે રિક્ષાચાલકો 36 કલાકની હડતાળ પાડશે. આમ છતાં સરકાર રિક્ષાનાં ભાડા નહીં વધારે તો અચોક્કસ મુદતની હડતાળ પાડશે. જેથી આગામી 21 નવેમ્બરથી અચોક્કસ મુદતની હડતાળ પાડી વિરોધ કરશે. નશાબંધી કર્મચારીઓએ પણ કરી પગાર વધારવાની માંગ

નોંધનીય છે કે, બીજી બાજુ પોલીસ કર્મચારીઓની સાથે-સાથે હવે નશાબંધી કર્મચારીઓએ પણ પગાર વધારવાની માંગ કરી છે. રૂપિયા 1 હજાર 967 થી ગ્રેડ-પેના મુદ્દે વિસંગતતા ચાલી આવે છે. સોશિયલ મીડિયાના માધ્યમથી કર્મચારીઓએ વિરોધ કર્યો હતો. જિલ્લાથી ગૃહમંત્રી સુધી આવેદન પત્રો આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. નશાબંધી અને આબકારી વિભાગને અન્યાય થતો હોવાનો કર્મચારીઓનો મત છે. કર્મચારીઓએ ન્યાય નહીં મળે તો ઉપવાસની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.

Author : Gujaratenews