હજારો ભારતીયોને બ્રિટન જવાનો માર્ગ મોકળો: બ્રિટનના નવા HPI વિઝા રૂટથી ભારતીય સ્નાતકોને મોજ થશે!

01-Jun-2022

નવા વિઝા હેઠળ ભારત સહિતના દેશોના વિદ્યાર્થીઓ બે વર્ષ સુધી બ્રિટનમાં રહીને કામ કરી શકશે. બ્રિટને લંડન નવા હાઈપોટેન્શિયલ ઇન્ડિવિજ્યુઅલ (PI) વિઝા રૂટની જાહેરાત કરી છે. આ વિઝાથી ભારત સહિત વિશ્વની ૫૦ નોન બિટિશ યુનિવર્સિટીઓના વિદ્યાર્થીઓને ન્યૂનતમ બે વર્ષ સુધી બ્રિટનમાં રહેવા અને કામ કરવાની તક પ્રદાન કરશે અને પીએચ.ડી. અથવા અન્ય ડૉક્ટરલ સ્તરીય અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે આ વિઝાની મુદ્દત ઓછામાં ઓછી ત્રણ વર્ષની રહેશે. બ્રિટિશ સરકારના નવા નિયમો અનુસાર, નૈવા વિદ્યાર્થીઓ જેઓ HP વિઝાને લંબાવવામાં મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, તે લોકોને અન્ય વિઝા મેળવવા માટેની મંજૂરી પ્રદાન કરાશે. દા.ત આવા વિદ્યાર્થી સ્કિલ્ડ વર્કર વિઝા લઇ શકશે, એક સંયુક્ત નિવેદનમાં બ્રિટનમાં ભારતીય મૂળના કેબિનેટપ્રધાન ઋષિ શૌનક અને પ્રીતિ પટેલે જણાવ્યું હતું કે બેકિઝટ બાદની આ નવી રોમાંચક વિઝા કેટેગરીનો આશય વિશ્વભરની શ્રેષ્ઠ અને શ્રેષ્ઠતમ પ્રતિમાઓ ચાહે તે ગમે તે દેશની કેમ ન હોય તેમને બ્રિટનમાં આવકારવાનો છે. 

પીએચ.ડી. અન્ય ડોક્ટલસ્તરીય અભ્યાસ વિધાર્થીઓ માટે વિઝાની મુદત ત્રણ વર્ષ રહેશે

1270 પાઉન્ડનું ભંડોળ જરૂરી

બ્રિટનના ગૃહ વિભાગના અનુસાર આ વિઝા રૂટ હેઠળ અરજી કરનાર ઉમેદવારના ખાતામાં ઓછામાં ઓછું 1270 પાઉન્ડનું ભંડોળ હોવું જરૂરી છે.સફળ ઉમેદવારને બે વર્ષના વર્ક વિઝા જ્યારે પીએચ.ડી. સાથેના અરજદારને ત્રણ વર્ષના વર્ક વિઝા અપાશે અને તેમના માટે હાથમાં નોકરી હોય તે જરૂરી નથી.

આ સંસ્થા દ્વારા રેન્કિંગ મળેલું હોવું જોઈએ. ટોચની ૫૦ સંસ્થાઓની ઓળખ ક્યૂએસ, ટાઇમ્સ હાયર એજ્યુકેશન અને એકેડેમિક રેન્કિંગ્સ ઓફ વર્લ્ડ યુનિવર્સિટીસ દ્વારા વાર્ષિક ધોરણે જાહેર કરાતા રેન્કિંગથી કરાય છે. આ રેન્કિંગમાં અમેરિકા, કેનેડા, જાપાન, જર્મની, જેવા દેશની સંસ્થાઓમાં સામેલ છે.

HPI વિઝા સાથે શું કરી શકાશે?

» મોટાભાગની નોકરીમાં કામ કરી શકાશે

» કામ શોધી શકાશે

» સ્વરોજગાર ધારક બની શકાશે

» જીવનસાથી અને સંતાનો સાથે રહી શકશે

» સ્વૈચ્છિક કાર્ય કરી શકશે 

» બ્રિટન બહાર જઇ અને પરત ફરી શકશે

અરજદારે પોતાની ઓળખ સાબિત કરવી પડશે |અરજદારે આ વિઝા મેળવવા માટે પોતાની ઓળખ સાબિત કરવાની રહેશે અને સાથે જ તેને સંબંધિત દસ્તાવેજો ઉપલબ્ધ કરાવવા પડશે. ઉમેદવાર બ્રિટન બહાર હોય તો તેને ત્રણ સપ્તાહમાં તેની અરજી પર નિર્ણય મળી જશે અને જો તમે બ્રિટનમાં જ રહેતા હોતો નિર્ણયમાં આઠ સપ્તાહનો સમય લાગી શકે છે.

HPI રૂટમાં આશ્રિતોને પણ બ્રિટન લાવી શકાશે

આ નવા HPI વિઝા રૂટ હેઠળ અરજદારને ૭૧૫ પાઉન્ડ (૭૦,૦૭૧ રૂપિયા)નો ખર્ચ થશે અને અરજદારો પોતાની સાથે પોતાના આશ્રિત - અથવા પરિવારના નજીકના સભ્યને પણ બ્રિટન લાવી શકશે. વિદ્યાર્થીઓ જેઓ બ્રિટનની યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરી રહ્યો હોય તેઓ ગ્રેજ્યુએટ વિઝા કાર્યક્રમ હેઠળ ત્રણ વર્ષ રહી શકશે.

Author : Gujaratenews