મુસ્કાન ફેમિલી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પિતા વિહોણા અને વિકલાંગ વાલીઓના સંતાનોને વિનામૂલ્યે ચોપડાનું કરાયું વિતરણ

01-Jun-2022

મુસ્કાન ફેમિલી ચેરીટેબલ ટ્રસ્ટ સુરત સેવાકીય કાર્યોમાં હંમેશા સક્રિય રહેતી સંસ્થા છે. તા. 31-05-2022 ને મંગળવારના દિવસે લક્ષ્મીનગર સોસાયટી, એ.કે રોડ ખાતે આ સંસ્થા દ્વારા પિતા વગરનાં દીકરા અને દીકરીઓ તથા વિકલાંગ માતા પિતાના દીકરા દીકરીઓને 1600 ડઝન ચોપડા વિતરણ કરાયા. ઉપરાંત 1 ડઝન ચોપડા સાથે 9 બોલપેનનું વિતરણ પણ કરાયું હતું. વિતરણ માટે આવનાર તમામ લોકોને સંસ્થા દ્વારા થનાર આગળની કોઇપણ પ્રવૃત્તિમાં લાભ અંગેની જાણકારી મળે તે માટે ગ્રુપમાં પણ જોઈન કરાવ્યા હતા.

Author : Gujaratenews