RAJKOT : જિંદગીથી મોટી કોઇ પરીક્ષા નથી.કોઇપણ પરીક્ષા છેલ્લી નથી હોતી.રાજકોટમાં બનેલો કિસ્સો એ માતાપિતા માટે પણ લાલબત્તી સમાન છે. જેઓ પોતાના બાળકને પરીક્ષામાં પરીણામનું દબાણ કરતા હોય છે.વિદ્યાર્થીને મુક્તમને પરીક્ષા આપે અને પ્રફુલ્લિત થઇને પરીક્ષા આપી શકે તેવું વાતાવરણ ઉભું કરવાની જવાબદારી દરેક માતાપિતાની છે. ત્યારેરાજકોટમાં ભણતરના ભારને કારણે એક વિધાર્થિનીએ (Student) મોતને (Death) વ્હાલું કરી નાખ્યું છે. ધોરણ 10ની પરીક્ષામાં પ્રથમ બે પેપર નબળા જતા સગીર વિધાર્થીનીએ પોતાના ઘરે બાથરૂમમાં પેટ્રોલ છાંટીને સળગી હતી. સગીર વિધાર્થિનીને તાત્કાલિક સિવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.વિધાર્થિનીના પિતા ડ્રાઇવિંગનો વ્યવસાય કરે છે. વાહન ચલાવીને પોતાનું અને પરિવારજનોનું ગુજરાન ચલાવે છે.વિધાર્થીનીનો ધોરણ 10માં કડવીબાઇ વિધાલયમાં પરીક્ષા આપવા માટે જતી હતી.પહેલા બે પેપર નબળા જવાને કારણે વિધાર્થિની અપસેટ હતી.જે બાદ તેને આ પગલું ભર્યું.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
29-Sep-2024