સુરતના મહેશ સવાણીને આવ્યો હાર્ટ એટેક, છાતીમાં દુખાવાની ફરિયાદ કરતા પરિવારજનોએ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કર્યા

01-Mar-2022

સુરત: આમ આદમી પાર્ટીના ભૂતપૂર્વ નેતા અને અનેક દીકરીઓનાં પાલક પિતા મહેશ સવાણીને હાર્ટ એટેક આવ્યો હોવાનો સમાચાર મળતા સમર્થકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. મહેશ સવાણીને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. જ્યાં હાલ તેમની હાલત સ્થિર હોવાનું જાણવા મળી રહ્યું છે. જાણવા મળી રહ્યું છે કે મહેશ સવાણીને ગત મોડી રાત્રે (સોમવારે) હાર્ટ એટેક આવ્યો હતો.

સુરતના અગ્રણી ઉદ્યોગપતિ મહેશ સવાણી એક સમાજિક કાર્યકર્તા છે. જેમણે ગત મોડી રાતે છાતીમાં દુખાવાની ફરિયાદ કરતા પરિવારજનોએ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કર્યા હતા. પરિવારજનો મહેશ સવાણીને સુરતની પી. પી. સવાણી હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં. જ્યાં ડોક્ટરોએ જણાવ્યું હતું કે, તેમને હાર્ટ એટેક આવ્યો છે. આ વાતની જાણ થતાં તેમના સમથકો હોસ્પિટલ પહોંચ્યા હતા.

કોણ છે સુરતના ઉદ્યોગપતિ મહેશ સવાણી?

સુરતના જાણીતા પાટીદાર ઉદ્યોગપતિ છે. તેઓ મૂળ ભાવનગરના રાપરડા ગામના વતની છે અને પીપી. સવાણી ગ્રુપના સંચાલક છે. મહેશ સવાણી ડાયમંડ, એજ્યુકેશન, રિયલ એસ્ટેટના બિઝનેસ સાથે સંકળાયેલા છે, અને તેઓ અનાથ દીકરીઓના લગ્ન કરાવે છે. 2008થી તેઓ અનેક આવા સમૂહ લગ્નોનું આયોજન કરે છે. 

નોંધનીય છે કે, થોડા સમય પહેલા જ મહેશ સવાણીએ આમ આદમી પાર્ટીનો સાથ છોડ્યો હતો, અને હવે માત્ર સમાજસેવા પર ધ્યાન કેન્દ્રિત કરવાની વાત જણાવી હતી. દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની જૂન, 2021ની સુરતની મુલાકાતે વખતે તેઓ AAPમાં જોડાયા હતા. 

Author : Gujaratenews