સુરત: ગુજરાત રેરામાં ફરિયાદ બાદ સુરતના ઉત્રાણમાં ગૅલેક્સી એપાર્ટમેન્ટના ગાર્ડનનું ડિમોલિશન કરાયું છે. જેના કારણે બિલ્ડરોમાં ફફડાટ ફેલાયો છે.
સોસાયટીના રહીશ દ્વારા ફરિયાદ થતા 1,000 સ્ક્વેર મીટરમાં તૈયાર કરાયેલો ગજેબો દૂર કરાયો
સોમવારે વરાછા ઝોન-બી દ્વારા ટી.પી.સ્કીમ નં-27 (ઉત્રાણ-કોસાડ)ના બ્લોક નં-140 સ્થિત ઓપન પ્લોટ નં-૪ર ખાતે ઉત્રાણના એમ્પોરીસ ગેલેકસી મિલકતમાં મંજૂર થયેલ પ્લાનમાં દર્શાવેલા 7.50 મીટર પહોળાઈના એપ્રોચ રોડ તથા માર્જીનવાળી જગ્યા પર આશરે 1 હજાર ચોરસ મીટર જમીનમાં પરવાનગી વગર ગાર્ડન તેમજ ગઝેબો બનાવાયો હતું. આ અંગે ગાંધીનગરના રેરા વિભાગમાં સોસાયટીના જ રહીશ દ્વારા ફરીયાદ કરાઇ હતી. જેથી રેરાના નિયમોનું ઉલ્લંઘન થતું હોય ફરીયાદ પર મિલકતમાં એપ્રોચ રોડ તથા માર્જીનવાળી વાળી જગ્યા પર ગેરકાયદે ગાર્ડન તેમજ ગઝેબો બનાવ્યું હોવાનું સ્પષ્ટ થતાં સોમવારે રેરાના આદેશને ધ્યાને રાખી બાગ અને તેના માટે કરાયેલા બાંધકામને તોડી પડાયું હતું. લોકોના વિરોધ વચ્ચે પોલીસ તેમજ માર્શલ ટીમની સુરક્ષા મેળવી કામગીરી પૂર્ણ કરાઇ હતી.
25-Jun-2025