જામનગરઃ લાલપુર તાલુકાના માધુપુર ગામના પ્રેમી પંખીડાએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે. યુવતીનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું છે. જ્યારે યુવક સારવાર હેઠળ છે. યુવક અને યુવતી પિતરાઈ ભાઈ બહેન થતા હોય લગ્ન થઈ શકે તેમ ન હોય બંને ધરેથી ભાગી જઈ ઝેરી દવા ગટગટાવી હતી.
આ અંગેની વિગતો એવી છે કે, લાલપુર તાલુકાના માધુપુર ગામની યુવતીને તેના જ પિતરાઈ સાથે પ્રેમસંબંધ હતા. આ પ્રેમસંબંધ આગળ વધતાં બંનેએ લગ્ન કરવાનો નિર્ણય કરી લીધો હતો. જોકે, બંને પિતરાઇ થતાં હોવાથી પરિવાર તરફથી લગ્ન માટે મંજૂરી મળી શકે તેમ ન લાગતાં બંને ઘરેથી ભાગી ગયા હતા. જોકે, બંનેએ ઘરેથી ભાગી ગયા પછી ઝેરી દવા ગટગટાવી લીધી હતી. જેમાં યુવતીનું મોત નીપજ્યું છે.
Author : Gujaratenews
05-Mar-2025